સલમાન ખાન અને આમિર ખાન બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંથી એક છે. બંનેએ પોતાની કારકિર્દીમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે 

જ્યાં સલમાન ખાન હિન્દી સિનેમાના 'ભાઈજાન' છે, તો આમિર ખાન 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' ના નામથી ફેમસ છે. આ જોડીએ સાથે મળીને કલ્ટ કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના' પણ કરી હતી. 

મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની કુલ સંપત્તિ લગભગ 2,900 કરોડ છે. રિપોર્ટ મુજબ સલમાન ખાન એક ફિલ્મ માટે 100 કરોડથી 150 કરોડ સુધી ચાર્જ કરે છે.

'બિગ બોસ 19' માટે તે 15 અઠવાડિયા સુધી હોસ્ટ કરવા માટે કુલ 150 કરોડ ફી લઈ રહ્યા છે, એટલે કે દર અઠવાડિયે લગભગ  10 કરોડ.

સલમાન ખાનની જેમ જ આમિર ખાન પણ સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. રિપોર્ટ મુજબ આમિર ખાનની નેટવર્થ લગભગ  1,862 કરોડ છે.  

મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન એક ફિલ્મ માટે 100 કરોડથી લઈને  275 કરોડ સુધીની ફી લે છે.

'આમિર ખાન પ્રોડક્શન્સ' હેઠળ, તેની વ્યાવસાયિક રીતે સફળ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોમાં 'લગાન', 'તારે જમીન પર' અને તાજેતરમાં આવેલી 'લાપતા લેડીઝ'નો સમાવેશ થાય છે. 

ઉપલબ્ધ ડેટા અનુસાર, સલમાન ખાન ( 2,900 કરોડ) સંપત્તિના મામલે આમિર ખાન ( 1,862 કરોડ) કરતા આગળ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow