સિનેમા જગતના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકોમાંના એક સંજય લીલા ભણસાલી આજે તેમનો 61 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે 

સંજય લીલા ભણસાલી અને તેની બહેન તેમના માતા-પિતા સાથે એક ચાલમાં રહેતા હતા. માતા કપડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. 

એક સમય હતો જ્યારે સંજય  સાડી માં ફોલ લગાવી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું 

ભણસાલીએ પોતાની કારકિર્દી સંપાદક તરીકે શરૂ કરી હતી. તેમનો પહેલો પ્રોજેક્ટ ફેમ સિરિયલ 'ભારત કી ખોજ' હતો

ટીવી બાદ સંજય લીલા ભણસાલી એ ફિલ્મ પરિંદા માં વિધુ વિનોદ ચોપરાના સહાયક બન્યા તેમજ તેમને 1942- અ લવ સ્ટોરીની વાર્તા પણ લખી. 

વર્ષ 1996 માં સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ હતી 'ખામોશી - ધ મ્યુઝિકલ.' આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, ત્યરબાદ વર્ષ 1999 માં તેમની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ એ તેમનું નસીબ બદલી નાખ્યું.  

સંજય લીલા ભણસાલી એ ઇન્ડસ્ટ્રી ને 'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ', 'પદ્માવત', 'રામ-લીલા' અને 'બ્લેક' જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2021માં સંજય લીલા ભણસાલીની નેટવર્થ 1 મિલિયનથી 5 મિલિયન છે. એટલે કે ભારતીય રૂપિયામાં સંજય લીલા ભણસાલી અંદાજે 37 કરોડ રૂપિયાના માલિક છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow