શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રી નો બાદશાહ છે તો તેની મેનેજર પૂજા દદલાની વજીર છે. પૂજા વગર શાહરુખ કોઈ મોટો નિર્ણય નથી લેતો
શાહરૂખ ખાનના મેનેજર તરીકે પૂજાની સફર 2012માં મુંબઈથી શરૂ થઈ હતી. પૂજા માસ કોમ્યુનિકેશન ગ્રેજ્યુએટ છે. તેણે પોતાની કારકિર્દી નાની ઉંમરે શરૂ કરી હતી.
હવે, તે શાહરૂખના કામનું સંચાલન કરવા ઉપરાંત 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ' અને 'કોલકાતા નાઈટ રાઈડર્સ' ટીમ સહિત તેના બિઝનેસ શેડ્યૂલની દેખરેખ માટે જાણીતી છે.
રિપોર્ટ્સ અનુસાર, પૂજા દદલાનીની કુલ કમાણી લગભગ 45-50 કરોડ રૂપિયા છે.રિપોર્ટ્સ અનુસાર, તે વાર્ષિક 7-8 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
પૂજા પાસે બાંદ્રામાં એક આલીશાન ઘર પણ છે અને તેનું ઈન્ટિરિયર ગૌરી ખાને કર્યું હતું. આટલું જ નહીં, તે મુંબઈના રસ્તાઓ પર આલીશાન 'મર્સિડીઝ' ચલાવે છે.
પૂજા દદલાનીએ હિતેશ ગુરનાની સાથે લગ્ન કર્યા છે. આ દંપતીએ 2008 માં લગ્ન કર્યા હતા અને 2016 માં કપલ એક પુત્રી ના માતા પિતા બન્યા હતા