બોલિવૂડ માં પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર શોભિતા ધુલિપાલા આજે તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. 

શોભિતા ધુલીપાલાનો જન્મ 31 મે 1992ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. અભિનેત્રી ના પિતા મર્ચન્ટ નેવી એન્જિનિયર છે અને માતા શિક્ષિકા છે.

એક મિત્રની સલાહ બાદ શોભિતાએ મોડલિંગમાં હાથ અજમાવ્યો. જે બાદ તેણે મિસ અર્થ 2013માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

અભિનયની દુનિયામાં પોતાનો પગ જમાવવા માટે શોભિતાએ સતત 3 વર્ષ સુધી ઓડિશન આપ્યા હતા

મીડિયા રિપોર્ટ મુજબ શોભિતા ને  તેની ત્વચાના રંગને કારણે ઘણા રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો હતો 

શોભિતા ધુલીપાલાએ 2016માં રમણ રાઘવ 2.0થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. 

2019માં વેબ સિરીઝ 'મેડ ઇન હેવન' રિલીઝ થયા બાદ અભિનેત્રીનું નસીબ ચમક્યું હતું 

શોભિતા એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે. તેણે ભરતનાટ્યમ અને કુચીપુડી શીખ્યું છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow