'દેવોં કે દેવ મહાદેવ'માં પાર્વતીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી સોનારિકા ભદોરિયા લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે. 

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં સોનારિકા  લાલ રંગના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 

સોનારિકા એ આ લાલ જોડા સાથે ગ્લોડન જવેલરી પહેરી હતી. જ્યારે તેના પતિ વિકાસે બેજ કલરની શેરવાની પહેરી હતી 

સોનારિકા એ આ તસવીરો શેર કરતા લખ્યું, ‘પતિ-પત્ની.’ 

તમને જણાવી દઈએ કે, સોનારિકાએ ​​તેના બોયફ્રેન્ડ વિકાસ સાથે રાજસ્થાન ના રણથંભોર માં લગ્ન કર્યા હતા. 

લગ્ન પહેલા સોનારિકા એ તેની હલ્દી સેરેમની ની તસવીરો પણ શેર કરી હતી.

આ દરમિયાન સોનારિકા વિકાસ સાથે પીળી સાડીમાં ફૂલ હલ્દી રમતી જોવા મળી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow