રવિના ટંડન ની પુત્રી, તેણીએ 'આઝાદ' થી ડેબ્યૂ કર્યું. રાશાએ બિઝનેસ મેનેજમેન્ટમાં 12મું ધોરણ ભણી છે. હવે તે તેમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. 

શાહરુખ ખાન ની દીકરી સુહાના એ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું છે. સુહાના ખાને ઇંગ્લેન્ડની આર્ડિંગલી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણીએ ન્યૂ યોર્ક યુનિવર્સિટી TISCH સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી નાટકમાં ડિગ્રી પણ મેળવી છે.

ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.અનન્યાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન એ 'કેદારનાથ' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.સારા ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થઇ છે. 

અજય દેવગન અને કાજોલની પુત્રી નિસા યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાંથી સ્નાતક થઇ. બાદમાં, તેણે સ્વિટ્ઝર્લૅન્ડના ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાંથી ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીમાં ડિગ્રી મેળવી. 

શાહરુખ ખાન ના દીકરા આર્યન ઇંગ્લેન્ડની સેવનઓક્સ સ્કૂલમાંથી હાઇ સ્કૂલ પૂર્ણ કર્યા પછી, તે કેલિફોર્નિયા ગયો. જ્યાં તેણે યુએસસી સ્કૂલ ઓફ સિનેમેટિક આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં ડિગ્રી મેળવ્યા પછી, તેણે દિગ્દર્શનમાં ખાસ તાલીમ લીધી. 

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવીએ 'ધડક' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જાહ્નવીએ કેલિફોર્નિયાના લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનય નો કોર્સ કર્યો છે.

જેકી શ્રોફ ના દીકરા ટાઇગર શ્રોફ એ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી અભ્યાસ કર્યો હતો. પછી તે ઉચ્ચ શિક્ષણ માટે એમિટી યુનિવર્સિટી ગયો અને ત્યાંથી આગળનો અભ્યાસ કર્યો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow