'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં 'કેન્સલ' જેવા ડાયલોગ બોલનારા પોપટલાલ એટલે કે શ્યામ પાઠક તેમની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે.  

પત્રકાર પોપટલાલ નું પાત્ર ભજવતા શ્યામ પાઠકની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન-ફોલોઇંગ છે

સીરિયલમાં જ્યાં તે પોતાની કંજૂસાઈ માટે ખૂબ જ લોકપ્રિય છે, ત્યાં રિયલ લાઈફમાં આ અભિનેતા એક ખૂબ જ આલીશાન જીવન જીવે છે 

મીડિયા રિપોર્ટ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શ્યામ પાઠક એક એપિસોડ માટે લગભગ  60,000 ચાર્જ કરે છે અને તેની કુલ સંપત્તિ 15 કરોડની આસપાસ છે.

શ્યામ પાસે 50 લાખની મર્સિડીઝ કાર અને એક ટોયોટા ઈનોવા ક્રિસ્ટા પણ છે. 

પોપટલાલે 'સીઆઈડી', 'જસુબેન જયંતિલાલ જોશી કા સંયુક્ત પરિવાર' અને 'સુખ બાય ચાન્સ' જેવા શોમાં પણ કામ કર્યું છે.

શ્યામ પાઠક એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા હતા બાળપણથી જ તેમને એક્ટર બનવું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેઓ અભ્યાસની સાથે સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે પણ કામ કરતા હતા. 

પોતાના સપનાઓ માટે તેમણે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો અભ્યાસ છોડી દીધો અને થિયેટરમાં ફ્રીમાં એક્ટિંગ જોવા જતા હતા. ત્યારબાદ ઘણી મુશ્કેલીથી તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં એડમિશન મળ્યું, જેના પછી તેમનું નસીબ બદલાયું.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow