ચંકી પાંડે ના ભત્રીજા અહાન પાંડે અને અનીત પદ્દા એ યશરાજ ના બેનર હેઠળ બનેલી ફિલ્મ સૈયારા થી ડેબ્યુ કરીને છવાઈ ગયા છે 

અનુષ્કા શર્મા એ પણ યશરાજ ની ફિલ્મ રબ ને બનાદી જોડી થી ડેબ્યુ કર્યું હતું હાલ તે વિરાટ કોહલી સાથે લગ્ન કરીને સ્થાઈ થઇ છે.  

રણવીર સિંહ એ પણ વર્ષ 2010 માં આવેલી યશરાજ ની ફિલ્મ બેન્ડ બાજા બારાત થી ડેબ્યુ કર્યું હતું હાલ રણવીર એક સુપરસ્ટાર છે. 

ભૂમિ પેડણેકરે પણ યશરાજ ના બેનર હેઠળ બનેલી ફિલ્મ દમ લગાકે હઈશા થી ડેબ્યુ કર્યું હતું. હાલ ભૂમિ એક સફળ અભિનેત્રી છે. 

અર્જુન કપૂરે 2012 માં આવેલી યશરાજ ની ફિલ્મ 'ઇશકઝાદે' થી ડેબ્યૂ કર્યું હતું.ત્યારબાદ અર્જુન એ બોલિવૂડ ને સફળ ફિલ્મો આપી છે. 

પરિણીતી ચોપરાએ ફિલ્મ 'લેડીઝ વર્સિસ રિકી બહલ' થી ડેબ્યૂ કર્યું હતું. જે યશરાજ બેનર ની હતી. હાલ પરિણીતી રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરી સ્થાઈ થઇ છે.  

જુનૈદ ખાન એ પણ યશરાજ ના બેનર હેઠળ બનેલી ફિલ્મ મહારાજ થી ડેબ્યુ કર્યું હતું. જે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. 

આ સિવાય વાણી કપૂરે પણ ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ થી ડેબ્યુ કર્યું હતું જે યશરાજ ના બેનર હેઠળ બનેલી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow