'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' સીરિયલ 2000 માં શરૂ થઈ હતી. અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ તેમાં તુલસીનું પાત્ર ભજવ્યું હતું. શોમાં તુલસીને એક આદર્શ વહુ તરીકે દર્શાવવામાં આવી હતી.
તુલસી પછી, નાના પડદાની દુનિયામાં સૌથી આદર્શ અને પ્રિય પુત્રવધૂ પાર્વતી હતી. 'કહાની ઘર ઘર કી' સિરિયલનું આ પાત્ર અભિનેત્રી સાક્ષી તંવર ભજવ્યું હતું
શ્વેતા તિવારીને એકતા કપૂરની સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી લોકપ્રિયતા મળી. તેણીએ આ શોમાં પ્રેરણાની ભૂમિકા ભજવી હતી.
'કુમકુમ એક પ્યારા સા બંધન' સીરિયલ પણ ખૂબ જ લોકપ્રિય હતી. કુમકુમનું મુખ્ય પાત્ર અભિનેત્રી જુહી પરમારે ભજવ્યું હતું.તે પણ 2000 ના દાયકા ની લોકપ્રિય વહુ રહી હતી
ગૌરી પ્રધાને હિન્દી ટીવી શો 'કુટુંબ' દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલ માં તેને એક આદર્શ પુત્રવધૂ તરીકે દર્શાવવામા આવી હતી.
અભિનેત્રી નૌશીન અલીએ પણ સીરિયલ 'કુસુમ'માં કુસુમની મુખ્ય ભૂમિકા ભજવીને દર્શકોમાં ઓળખ મેળવી હતી.તેને પણ એક આદર્શ વહુ નો દરજ્જો મળ્યો હતો.
'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' માં ગંગા નું પાત્ર ભજવી ને લોકપ્રિય બનેલી અભિનેત્રી શિલ્પા સકલાની ને પણ ટીવી ની આદર્શ વહુ ગણવામાં આવતી હતી.