બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી 3 એપ્રિલે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

બોલિવૂડ માં પોતાની એક અલગ ઓળખ બનાવનાર વિક્રાંત મેસી એ ટીવીથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 

વિક્રાંત મેસીએ વર્ષ 2004માં ટીવી શો 'કહાં હૂં મેં'માં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારપછી 'બાલિકા' વધૂ જેવી ઘણી ટીવી સિરિયલોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું થયુ. 

'ધરમ-વીર' અને 'બાલિકા વધૂ' સિવાય, વિક્રાંત મેસીએ 'બાબા ઐસો વર ધૂંધો' અને 'કુબૂલ હૈ' જેવા હિટ શોમાં ભૂમિકાઓ ભજવી હતી. 

વિક્રાંત મેસી પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અગાઉ ફિલ્મોમાં કામ આપવામાં આવ્યું ન હતું કારણ કે તે ટીવી એક્ટર હતો.

ટીવીથી કરિયરની શરૂઆત કરનાર વિક્રાંત મેસીએ ઓટીટી અને સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવ્યો છે.

વિક્રાંત મેસી એ તેની કારકિર્દી દરમિયાન ઘણા પાત્રો ભજવ્યા છે. આજે બધા વિક્રાંત મેસીને '12મી ફેલ' માટે જાણે છે. 

12 મી ફેલ બાદ હવે વિક્રાંત મેસી 'ધ સાબરમતી રિપોર્ટ'માં એક દમદાર પાત્રમાં જોવા મળશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow