આ તસવીરોમાં ઝરીન ખાનનો અંદાજ કોઈ શાહી મહારાણી જેવો લાગી રહ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. .
આ ખાસ ફોટોશૂટ માટે ઝરીન ખાને ખૂબ જ સુંદર એન્ટીક-ગોલ્ડન કલરનો ભારે લહેંગા પહેર્યો છે
લહેંગાની સાથે એક્ટ્રેસે મેચિંગ હેવી ઘરેણાં અને ડાર્ક ગ્લેમરસ મેકઅપ કૅરી કરીને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.
તસવીરો શેર કરતાં ઝરીને કેપ્શનમાં લખ્યું- "લો ફરી બની ગઈ દુલ્હન! આ આઉટફિટ પહેરીને મને બિલકુલ રાણી જેવો અહેસાસ થયો."
ઝરીન ખાને જણાવ્યું કે આ અત્યંત સુંદર અને રોયલ બ્રાઇડલ આઉટફિટ જાણીતા ફેશન ડિઝાઇનર અંજુ મોદી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે
એક્ટ્રેસનો આ અદભુત બ્રાઇડલ લુક જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેના દિવાના બન્યા છે
ઝરીન ખાને સલમાન ખાનની સુપરહિટ પીરિયડ ડ્રામા ફિલ્મ 'વીર' થી બોલિવૂડમાં પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી