ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
ફ્રાન્સ દેશનું કાર્ટૂન મેગેઝિન 'ચાર્લી હેબ્દો' અનેક વાર વિવાદોમાં રહ્યું છે. આ મેગેઝિનમાં અનેક દેવી-દેવતાઓ સંદર્ભે વાંધાજનક કાર્ટૂન પણ છપાય છે. હવે તેમણે હિન્દુ દેવી-દેવતાઓનું કાર્ટૂન પ્રકાશિત કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભારતની આરોગ્ય સેવા નબળી પુરવાર થઈ છે. આ ઉપરાંત મેગેઝિનમાં લખ્યું છે કે હિન્દુ માન્યતા પ્રમાણે ભારતમાં 33 કરોડ દેવી-દેવતા છે. જોકે આટલાં બધાં દેવી-દેવતાઓ ભેગા મળીને પણ ભારતની ઓક્સિજનની તકલીફ દૂર કરી શકતી નથી. જોકે આટલું લખતી વખતે ‘ચાર્લી હેબ્દો’એ લખાણમાં ભૂલ કરી છે. તેણે માત્ર ૩.૩ કરોડ દેવી-દેવતા જ લખ્યું છે. આના પરથી પુરવાર થાય છે કે 'ચાર્લી હેબ્દો' ના તંત્રીમંડળને હિન્દુ ધર્મ કેટલું જ્ઞાન છે.
આ શહેરમાં જે વેક્સિન મુકાવશે તે જીતશે કરોડો રૂપિયાનું ઇનામ