ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
એક તરફ ભારતમાં વેક્સિન લેવા માટે લોકો વલખાં મારી રહ્યા છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે, ત્યારે બીજી બાજુ એક શહેર એવું છે જેમાં વેક્સિન મુકાવવા માટે ઇનામ જાહેર થયું છે. કોરોનાની વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અમેરિકાના ઓહિયો શહેરમાં અનેક પ્રકારનાં ઇનામો જાહેર કરવામાં આવ્યાં છે. આ શહેરે નક્કી કર્યું છે કે વેક્સિન લેવા આવનાર લોકો પર એક મિલિયન ડોલરનાં ઇનામોની વર્ષા કરવામાં આવશે. એટલે કે કુલ સાડાસાત કરોડ રૂપિયાનાં ઇનામો લોકોને આપવામાં આવશે. જે કોઈ વ્યક્તિ વેક્સિન લેવા આવી રહી છે તેને મફતમાં બેઝબોલ ગેમની ટિકિટ, બિયર તેમ જ ફ્રેન્ચ ફ્રાઇસ આપવામાં આવે છે. આ ઉપરાંત લકી ડ્રોની ટિકિટ પણ આપવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ લકી ડ્રો જીતશે તેને ૧૦ લાખથી વધુની કિંમતનું ઈનામ મળશે.
શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હવે વેક્સિનેશનને કારણે કોરોના પર કાબૂ આવી ચૂક્યો છે તેમ જ લોકોને માસ્કમાંથી મુક્તિ મળી છે.