Site icon News Continuous Bureau | Mumbai

Lasalgaon Onion Price Drop। કેન્દ્રીય કૃષિ મંત્રીની ખાતરી પછી પણ ડુંગળી પકવતા ખેડૂતોનો રોષ યથાવત; લાસલગાંવ બજાર સમિતિમાં ખેડૂતોનું આંદોલન, શું છે મુખ્ય માંગણીઓ?

Lasalgaon Onion Price Drop। મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતો આર્થિક સંકટમાં, રોહિત પવાર અને ભાસ્કર ભગરેના નેતૃત્વમાં લાસલગાંવમાં ‘શ્રેતકરી એલ્ગાર’ આંદોલન શરૂ

Lasalgaon Onion Price Drop। કેન્દ્રીય કૃષિ મંત્રીની ખાતરી પછી પણ ડુંગળી પકવતા ખેડૂતોનો રોષ યથાવત; લાસલગાંવ બજાર સમિતિમાં ખેડૂતોનું આંદોલન, શું છે મુખ્ય માંગણીઓ?

Lasalgaon Onion Price Drop। કેન્દ્રીય કૃષિ મંત્રીની ખાતરી પછી પણ ડુંગળી પકવતા ખેડૂતોનો રોષ યથાવત; લાસલગાંવ બજાર સમિતિમાં ખેડૂતોનું આંદોલન, શું છે મુખ્ય માંગણીઓ?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Lasalgaon Onion Price Drop। મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ હાલમાં તળિયે બેસી જતાં રાજ્યભરના ડુંગળી પકવતા ખેડૂતોમાં ભારે અસંતોષ અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે. ડુંગળીના પાકને ટેકાના ભાવ મળે, રાજ્ય સરકાર તાત્કાલિક ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ ૨ થી ૩ હજાર રૂપિયા નક્કી કરે અને પ્રતિ ક્વિન્ટલ ૧૫૦૦ રૂપિયાનું સબસિડી એટલે કે અનુદાન જાહેર કરે, આ તમામ ન્યાયિક માંગણીઓ સાથે આજે ૧૮ મેના રોજ સવારે ૯ વાગ્યાથી એશિયાની સૌથી મોટી ડુંગળીની બજાર ગણાતી લાસલગાંવ બજાર સમિતિમાં ખેડૂતો દ્વારા ‘શેતકરી એલ્ગાર’ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનનું નેતૃત્વ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય રોહિત પવાર, સાંસદ ભાસ્કર ભગરે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો કરી રહ્યા છે.

જાણો કયા કારણોસર ખેડૂતોમાં ફાટી નીકળ્યો છે આક્રોશ

આ આંદોલનમાં જોડાવવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો લાસલગાંવ પહોંચ્યા છે, જેના કારણે મહારાષ્ટ્રમાં ફરી એકવાર ડુંગળીનો મુદ્દો ગરમાયો છે. ખેડૂતોના આક્રોશના મુખ્ય કારણો જોઈએ તો, ડુંગળીના ભાવમાં સતત થઈ રહેલો ઘટાડો જવાબદાર છે. સરકારે નક્કી કરેલા ૧૨૩૫ રૂપિયાના ભાવથી ખેડૂતો જરાય સંતુષ્ટ નથી. સરકાર તરફથી નિકાસ ખુલ્લી કરવામાં આવી હોવા છતાં ટેકનિકલ કારણોસર ડુંગળી બાંગ્લાદેશ જઈ રહી નથી. આ ઉપરાંત શ્રીલંકા દ્વારા ઈમ્પોર્ટ ટેક્સ એટલે કે આયાત વેરો વધારવામાં આવ્યો હોવાથી ત્યાં પણ ડુંગળીની નિકાસ અટકી પડી છે.

અખાતી દેશોના યુદ્ધ અને મોંઘા નૂર ભાડાના કારણે નિકાસ મુશ્કેલ

ખેડૂતોની નિકાસ અટકવાનું બીજું મોટું કારણ પશ્ચિમ એશિયા અને અખાતી દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે. યુદ્ધની સ્થિતિના કારણે દરિયાઈ માર્ગે નૂર ભાડામાં અંદાજે છ ગણો જંગી વધારો થયો છે, જેના લીધે ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસ કરવી બિલકુલ પરવડે તેમ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી આ પરિસ્થિતિ, નિકાસબંધી અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનનો ખર્ચ પણ મળી રહ્યો નથી. ખેડૂતોની માંગ છે કે શ્રીલંકા દ્વારા લાદવામાં આવેલો આયાત વેરો તાત્કાલિક ઓછો કરાવવામાં આવે અથવા સરકાર તરફથી નિકાસકારોને વિશેષ સબસિડી આપવામાં આવે જેથી બજારમાં ડુંગળીના ભાવો ફરી સુધરી શકે.

સરકાર ખેડૂતોની સમસ્યા અંગે ચોક્કસ વિચાર કરશે: મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ

બીજી તરફ ડુંગળીના ભાવ તૂટવા અંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ડુંગળીના ભાવ આટલા નીચા સ્તરે પહોંચી ગયા છે તે ખરેખર ચિંતાનો વિષય છે અને સરકાર આ અંગે ચોક્કસપણે ગંભીર વિચારણા કરશે. તેમણે ઉમેર્યું કે અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિ હોવા છતાં સરકારે કોઈપણ પ્રકારની નિકાસબંધી લાદી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે આખા વિશ્વનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે. હાલમાં મુંબઈ બંદરે પણ મોટી માત્રામાં કૃષિ માલસામાન પડી રહ્યો છે. નિકાસબંધી ન હોવા છતાં આંતરરાષ્ટ્રીય સંકટના કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તેનો સામનો આપણે સૌએ સાથે મળીને કરવો પડશે. ખેડૂતોએ નાફેડ મારફતે ડુંગળીની ખરીદી શરૂ કરવાની અને લાંબા ગાળાની સ્થિર નિકાસ નીતિ અમલમાં લાવવાની પણ માંગ કરી છે.

👉 આ સમાચાર વાચો:
NEET Paper Leak। NEET પેપર લીક મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી, લાતુરની ૧૦૦ કરોડની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રડાર પર; જાણો શું ખુલાસો થયો

Edible Oil Imports: ખાદ્યતેલોની ખેંચ: આત્મનિર્ભરતા આજની આવશ્યકતા
Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન
Pulses Prices। કઠોળના ભાવ ટેકાના ભાવથી નીચે ખેડૂતોમાં ચિંતા અને સરકાર માટે મુશ્કેલ સ્થિતિ
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
Exit mobile version