News Continuous Bureau | Mumbai
માયાનગરી મુંબઈ(Mumbai)માં આતંકી હુમલાનું એલર્ટ(Terrorist Attack Alert) છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે (Mumbai Police) જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે. આતંકવાદીઓ ડ્રોન અને નાના વિમાન દ્વારા હુમલો કરી શકવાની શક્યતા ગુપ્તચર વિભાગ(Intelligence Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને હાલમાં મુંબઈમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે પોલીસની પરવાનગી વગર ડ્રોન(Drone) ઉડાવી શકાશે નહીં. આ ઉપરાંત કોઇ અન્ય ફ્લાઇંગ ઓબ્જેક્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે IPCની કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે. આ પ્રતિબંધ આગામી એક મહિના સુધી લાગુ રહેશે. એટલે કે મુંબઇ પોલીસનો આ આદેશ 13મી નવેમ્બરથી 12મી ડિસેમ્બર, 2022 સુધી લાગુ રહેશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની એસી લોકલ ટ્રેનમાં મફતિયા પ્રવાસીઓ નો રાફડો ફાટ્યો, બે-પાંચ નહીં આટલા હજાર લોકો મફતમાં પ્રવાસ કરતા પકડાયા.
પોલીસના આદેશો અનુસાર, અસામાજિક તત્વો, આતંકવાદીઓ ડ્રોન અને અન્ય ઉડતી વસ્તુઓનો ઉપયોગ કરીને જનતાના જીવને જોખમમાં મૂકી શકે છે. તેઓ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે અને કાયદા વ્યવસ્થામાં ગડબડી કરી શકે છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવા તત્વોની પ્રવૃત્તિઓને રોકવા માટે નિવારક અને સક્રિય પગલાં જરૂરી હોવાથી આ પગલાં લેવામાં આવ્યા છે
Join Our WhatsApp Community