News Continuous Bureau | Mumbai
જામફળની ચટણી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ જામફળની ચટણી તમે બીજી ગ્રીન ચટણીની જગ્યાએ વાપરી શકો છો. રોટલી, પરોઠા વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ, જામફળ ની ચટણી બનાવવા જરુર્રી સામગ્રી શું જોઈએ.
- જામફળ 300 ગ્રામ
- લીલા ધાણા સુધારેલા
- 2 કપ લીલા મરચા સુધારેલા 3-4
- આદુનો ટુકડો1/2 ઇંચ
- જીરું 2 ચમચી
- મરી પાઉડર 4 ચમચી
- હિંગ 1/2 ચમચી
- સંચળ1/2ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુનો રસ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
જામફળની ચટણી બનાવવાની રીત
જામફળ ની ચટણી બનાવવા સૌ પ્રથમ જામફળને ધોઇ લો. હવે એને કાપી કરી એમાંથી બીજ અલગ કરી લ્યો. ત્યારબાદ લીલા ધાણાને સાફ કરી ધોઈ ને સુધારી લ્યો. પછી બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો. હવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, લીલા મરચા, સુધારેલ જામફળ, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ, આદુનો ટુકડો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી જાર બંધ કરી પીસી લ્યો. ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી ફરીથી સ્મુથ ચટણી પીસી લ્યો. લો તૈયાર છે જાયફળ ની ચટણી
આ સમાચાર પણ વાંચો: હથેળીની આ રેખાઓ જલ્દી ધનવાન બનવા તરફ ઈશારો કરે છે, શું તમારા પણ હાથ પર છે આ નિશાન?