શાહરુખ ખાન ની ફિલ્મ ‘પઠાણ’ મુકાઈ કાનૂની મુશ્કેલીમાં, કિંગ ખાન નું પોસ્ટર સળગાવ્યા બાદ દાખલ કરવામાં આવી ફરિયાદ

complaint against shah rukh khan deepika padukone pathaan song

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ( shah rukh khan ) અને દીપિકા પાદુકોણની ( deepika padukone ) ફિલ્મ ‘પઠાણ’ ( pathaan song ) રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં છે. ટીઝર પછી આ ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. ઘણા લોકોને આ ગીત વાંધાજનક લાગ્યું છે. લોકોએ આ માટે દીપિકા, શાહરૂખની સાથે સાથે મેકર્સને પણ ગાળો આપવાનું શરૂ કરી દીધું છે. સાથે જ હવે મામલો કાયદા સુધી પહોંચી ગયો છે. શાહરૂખ-દીપિકાના ગીત બેશરમ રંગ વિરૂદ્ધ ફરિયાદ( complaint )  કરવામાં આવી છે અને એમપી માં શાહરૂખના પોસ્ટર પણ સળગાવવામાં આવી રહ્યા છે.

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ વિરુદ્ધ દાખલ થઇ ફરિયાદ

અભિનેત્રી દીપિકા પાદુકોણે આ ગીતમાં ઘણા સિઝલિંગ સીન્સ આપ્યા છે. સીનની સાથે જ લોકોએ દીપિકાની કેસરી રંગની બિકીની પર પણ સવાલો ઉઠાવ્યા છે. જેના કારણે ‘બેશરમ રંગ’ પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.એક એડવોકેટે આ વિવાદાસ્પદ ગીત વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 68 અને આઈપીસીની કલમ 295, 298, 505 અને 34 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ગીત પર એક ખાસ ધર્મ સાથે જોડાયેલા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે આ વિવાદાસ્પદ ગીતને સુધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Raghuram Rajan Prediction : “જો આપણે આવતા વર્ષે 5% વૃદ્ધિ મેળવીશું તો ભાગ્યશાળી હોઈશું,” રઘુરામ રાજન ની ભવિષ્યવાણી.

બોયકોટ પઠાણ કરી રહ્યું છે ટ્રેન્ડ

આ ફરિયાદ સિવાય સોશિયલ મીડિયા પર #boycottpathaan ટ્રેન્ડ કરી રહ્યું છે, જેના હેઠળ લોકોએ આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી બાદ તાજેતરમાં ગુસ્સે થયેલા લોકોએ શાહરૂખ ખાનના પોસ્ટર પણ સળગાવી દીધા છે અને ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરી છે. ફિલ્મના ગીતોને લઈને વિવાદ વધી રહ્યો છે. તે જ સમયે, હજી સુધી નિર્માતાઓ અથવા કલાકારો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *