News Continuous Bureau | Mumbai
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શો ‘અનુપમા’ થોડા વર્ષો નો લીપ લેવા જઈ રહ્યો છે અને વસ્તુઓ ઘણી હદ સુધી ( spoiler alert ) બદલાઈ જશે. આપણે જોઈશું કે પરિતોષ અને કિંજલ છૂટાછેડા લઈ ચૂક્યા છે અને અલગ જીવન જીવી રહ્યા છે. ટોચના ટીવી શોની યાદીમાં સામેલ સિરિયલ ‘અનુપમા’ લોકોને પસંદ છે. આ શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ભૂતકાળમાં શાહ પરિવારના કારણે અનુજ અને અનુપમા ( anupamaa ) વચ્ચે અંતર હતું, પરંતુ તેમના પ્રેમની સામે આ અંતર ટૂંક સમયમાં ઘટી ગયું. હવે શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. નાની અનુની અસલી માતા માયા તેને અનુજ-અનુપમાથી દૂર રાખે છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં છોટી અનુ, અનુપમા અને અનુજના પરિવારો વિખેરાઈ જશે. કિંજલ-પરિતોષ ( kinjal paritosh ) અલગ ( separate ) થઈ જશે. અનુજ નાની અનુને માયા પાસેથી મેળવવાનો પ્રયત્ન કરશે.
લિપ બાદ શો માં થશે આ ફેરફાર
આ દિવસોમાં ટ્રેક કાપડિયા અને શાહ પરિવાર વચ્ચે સતત શબ્દોના યુદ્ધની આસપાસ ફરે છે. સિરિયલ ‘અનુપમા’ માં લિપ આવ્યા બાદ ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આપણે જોઈશું કે પરિતોષ અને કિંજલ છૂટાછેડા લઈ ચૂક્યા છે અને અલગ જીવન જીવી રહ્યા છે.સમર પણ ડિમ્પલ સાથે લગ્ન કરશે, પરંતુ બા હજુ પણ તેની વિરુદ્ધ હશે અને તેને તેની વહુ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરશે.અનુજ અને અનુપમા વચ્ચે મોટા મતભેદો હશે અને તેઓ પણ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હશે.કાવ્યા પણ તેની મોડેલિંગ કારકિર્દીમાં આગળ વધશે અને પોતાને વનરાજથી દૂર રાખશે. તેને ઘણા સારા પ્રોજેક્ટ્સ મળે છે જે તેને નામ અને ખ્યાતિ આપશે.
આ સમાચાર પણ વાંચો: સચિન તેંડુલકરની દીકરી નહીં પણ આ એક્ટ્રેસ પર આવી ગયું છે શુભમન ગિલનું દિલ! પંજાબી એક્ટ્રેસ ના એક ટ્વીટે આપ્યો સંકેત
ટીઆરપી માં નંબર વન છે અનુપમા
ટીવી શો અનુપમા આ સપ્તાહે પણ ટીઆરપી માં નંબર વન શો છે. હવે ખબર નથી કે ટીઆરપી માટે મેકર્સ શું કરશે. શું સીરિયલ ‘અનુપમા’ને ટીઆરપી લિસ્ટમાં નંબર વન ની પોઝિશન જાળવી રાખવા લીપ પણ કરવામાં આવી રહ્યો છે? શું અનુજ-અનુપમા સંબંધોની માયાજાળ માંથી બહાર નીકળી શકશે?મેકર્સ વાર્તામાં કેવી રીતે ટ્વિસ્ટ લાવશે તે જાણવા માટે તમારે અનુપમા શો જોવો પડશે.