News Continuous Bureau | Mumbai
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ઈતિહાસ રચી દિધો છે.
ઈંગ્લેન્ડે ભારતને વર્લ્ડ કપ જીતવા માટે માત્ર 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે માત્ર 14 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા અને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ક્રિકેટમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો હોય. ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં સૌમ્યા અને ત્રિશાએ 24, 24 રનની ઈનિંગ્સ રમી હતી.
ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચ પર છે.
આ સમાચાર પણ વાંચો: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તાજી કરી જૂની યાદો.. શેર કર્યો એ એ 1995નો કિસ્સો, જયારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે સરકારની શું ઔકાત છે.. ?
Join Our WhatsApp Community