News Continuous Bureau | Mumbai
રશિયા સામે યુદ્ધ લડી રહેલા યુક્રેનને તેના સૌથી મોટા સાથી અમેરિકાએ ઝટકો આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અમેરિકા યુક્રેનને F-16 ફાઈટર જેટ નહીં મોકલે.
મહત્વનું છે કે અમેરિકાએ યુક્રેનને બંદૂકો અને ટેન્કના રૂપમાં સૈન્ય સહાયમાં વધારો કર્યો હતો.
હકીકતમાં યુક્રેનમાં શિયાળા બાદ રશિયાના ભારે હુમલાનો ખતરો વધી રહ્યો છે.
આ ખતરાને જોતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પશ્ચિમી દેશો પાસેથી સતત ઘાતક હથિયારોની માંગ કરી રહ્યા છે.
એટલું જ નહીં, યુક્રેનના સહયોગી દેશોએ પણ રાષ્ટ્રપતિ બાઈડને માંગ કરી કે કિવને F-16 ફાઈટર જેટ આપવામાં આવે.
આ સમાચાર પણ વાંચો: ક્રેડિટ કાર્ડ તમને કેવી રીતે કરે છે કંગાળ? બેંકો પણ આ નુકસાન વિશે નથી જણાવતી
Join Our WhatsApp Community