News Continuous Bureau | Mumbai
નાણા મંત્રાલયે જાન્યુઆરી મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જારી કર્યા છે.
31 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીના ડેટા અનુસાર 1,55,922 કરોડ રૂપિયાનો GST એકત્ર કરવામાં આવ્યો છે.
આ કલેક્શનમાં CGST તરીકે રૂ. 28,963 કરોડ, SGST તરીકે રૂ. 36,730 કરોડ અને IGST તરીકે રૂ. 79,599 કરોડ એકત્ર થયા હતા.
IGSTની રકમમાં, માલની આયાત પર ટેક્સ તરીકે રૂ. 37,118 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
એપ્રિલ, 2022 મા 1.68 લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માં ત્રીજી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે.
આ સમાચાર પણ વાંચો: કેન્દ્ર સરકારનું બજેટ. થઇ શકે છે મોટી જાહેરાતો! મધ્યમ વર્ગને મળી શકે છે રાહત..