અમૂલ ઈન્ડિયાએ કરી પઠાણની સફળતાની ઉજવણી, પોસ્ટ કરી શેર

શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ 2023 ની પ્રથમ બોલકબસ્ટર ફિલ્મ બની છે.આ સાથે અમુલ ઇન્ડિયા એ પઠાણ ની સફળતા ને તેની થીમ સાથે ઉજવી છે.

by Zalak Parikh
amul india celebrated the success of pathan shared the post

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ચાર વર્ષના લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફર્યો છે. ‘પઠાણ’ ફિલ્મની સફળતા બાદ અભિનેતાએ સાબિત કરી દીધું કે તેને બોલિવૂડનો કિંગ ખાન કેમ કહેવામાં આવે છે. તે જાણીતું છે કે શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાણ’ 2023 ની  પ્રથમ બ્લોકબસ્ટર બની છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023 ના રોજ રીલિઝ થઈ હતી અને 7 દિવસમાં તેણે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. શાહરૂખ ખાનના ચાહકો માટે ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે તેમનો ફેવરિટ સ્ટાર તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ આપી રહ્યો છે. તેના ચાહકો ઉપરાંત, અમૂલ ઈન્ડિયાએ તાજેતરમાં પઠાણની સફળતાને નવી થીમ સાથે ઉજવી હતી.

 

અમુલ ઇન્ડિયા એ શેર કરી પોસ્ટ 

અમૂલ ઈન્ડિયાએ ટ્વિટર પર ‘પઠાણ’ માટે એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “#Amul Topical: The King of Bollywood is back with a blockbuster!”. આ સાથે અમૂલ ઈન્ડિયાએ એક તસવીર પણ શેર કરી છે જેમાં ડેરી પ્રોડક્ટ્સ બ્રાન્ડે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનું એનિમેટેડ વર્ઝન બનાવ્યું છે. શેર કરેલી તસવીરમાં, બંને સ્ટાર્સ કંપની દ્વારા લખવામાં આવેલા ફંકી ગીતો સાંભળતા જોઈ શકાય છે. વેલ, આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો તેને જોવાથી પોતાને રોકી શકતા નથી.

અમુલ ઇન્ડિયા ને પોસ્ટ પર નેટીઝ્ન્સે આપી આવી પ્રતિક્રિયા 

‘પઠાણ’ની સફળતા પર અમૂલ ઈન્ડિયાના ટ્વીટ પર ઘણા નેટીઝન્સે તેમની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે, “આ એડ જોઈને અમે ડાન્સ કરવા લાગ્યા.” અન્ય એક યુઝરે લખ્યું, “એક સમયે સિલ્વર સ્ક્રીન પર ફિલ્મને હિટ જાહેર થવામાં 25 અઠવાડિયા અથવા ઓછામાં ઓછા એક મહિનાનો સમય લાગતો હતો… આજકાલ તેઓ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા  ટિકિટ વેચે છે અને તેને હિટ જાહેર કરે છે..”

Join Our WhatsApp Community

You may also like