News Continuous Bureau | Mumbai
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એરોન ફિંચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મને એ વાતનો અફસોસ છે કે હું 2024 ટી20 વર્લ્ડકપ નહીં રમી શકું.
આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે.
એરોન ફિન્ચ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન તરીકે ઓળખાય છે.
ફિન્ચે પોતાનું T20 ડેબ્યુ જાન્યુઆરી 2011માં ઇંગ્લેન્ડ સામે કર્યું હતું.
નોંધનીય છે કે, તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
Join Our WhatsApp Community