News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર અવાર-નવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો (Video) એવા હોય છે, જે જોઈને આશ્ચર્ય પણ થતું હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે રીંછ એકબીજા સાથે રસ્તા પર રમતા જોવા મળી રહ્યા છે.
#રસ્તાની વચોવચ બાખડી પડ્યા #બે રીંછ, પછી થયું કંઈક આવું.. જુઓ આ #વીડિયો#wildlife #bear #cutefight #viralvideo #newscontinuous pic.twitter.com/9oYXgky1uy
— news continuous (@NewsContinuous) February 7, 2023
આ વાયરલ વીડિયોમાં બે રીંછ રસ્તાની બાજુમાં રમતા જોવા મળે છે. ધીરે ધીરે તેઓ રસ્તાની વચ્ચે આવે છે અને લડવા લાગે છે. બંને વચ્ચેની લડાઈ ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે અને એકબીજાને ફરીથી ધક્કો મારીને તેઓ રસ્તાની બાજુએ જાય છે. દરમિયાન એક વરુ તેમને દૂરથી જોઈને ભાગી જાય છે. વિડીયોમાં જુઓ કે કેવી રીતે બે રીંછ એકબીજા સાથે પ્રેમ અને સ્નેહથી લડે છે….
આ સમાચાર પણ વાંચો : સુરત- ક્રિકેટ રમતા રમતા યુવકનું મોત, અચાનક ચાલું મેચે મેદાનમાં થઈ ગયો હતો બેભાન.