News Continuous Bureau | Mumbai
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે પેલેસ્ટાઈનમાં પણ જોરદાર આંચકા અનુભવાયા છે.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે.
પેલેસ્ટાઈનમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈ સાથે હતું.
પેલેસ્ટાઇન ઉપરાંત, જેરુસલેમ, બીટ શેમેશ અને મેવાસેરેટ સિયોન વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા.
દરમિયાન, ભારતે તુર્કીને મદદ કરવા માટે NDRF જવાનોની બે ટીમો અને જરૂરી સાધનો મોકલ્યા છે.
આવશ્યક ચીજવસ્તુઓ, તબીબી ટીમો પણ તુર્કી જવા રવાના થઈ ગઈ છે. તુર્કીના રાજદૂતે ભારતનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે 8 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 35 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
ભૂકંપના કારણે 6 હજારથી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને 3 એરપોર્ટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : તૂર્કીમાં કુદરત રૂઠી, ભૂકંપના કારણે શહેરો કાટમાળમાં ફેરવાયા, મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારો.. WHOનો દાવો..
Join Our WhatsApp Community