લગ્ન મંડપ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા અડવાણી ના પગને કર્યો સ્પર્શ,જાણો કારણ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન સાથે જોડાયેલા એક રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે. લગ્નમાં કંઈક એવું થયું, જેને સાંભળીને દરેક લોકો સિદ્ધાર્થના વખાણ કરી રહ્યા છે.

by Zalak Parikh
sidharth malhotra touched kiara advani feet on wedding ceremony

News Continuous Bureau | Mumbai

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થઈ ગયા છે. હવે તેમના લગ્ન વિધિ સાથે જોડાયેલી વિગતો બહાર આવી રહી છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા ના પગને સ્પર્શ કર્યો હતો. અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે લગ્નમાં જ્યારે કિયારાની માતા અને ભાઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે સિદ્ધાર્થે પરિસ્થિતિને સંભાળી હતી. મોટા પુત્રની જેમ તેણે માત્ર તેની સાસુ અને સાળા ની જ નહીં પરંતુ તેની પત્નીની પણ કાળજી લીધી હતી. અહેવાલ છે કે કિયારા પણ ધાર્મિક વિધિ દરમિયાન રડી હતી.

 

કિયારા ને પગે લાગ્યો સિદ્ધાર્થ

જો તમે વિચારી રહ્યા હોવ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની પત્ની કિયારા અડવાણીના પગે કેમ લાગ્યો? કારણ કે ભારતીય સમાજમાં લગ્ન પ્રસંગે દુલ્હન પોતાના પતિના ચરણ સ્પર્શ કરીને તેનાઆશીર્વાદ લે છે, પરંતુ સિદ્ધાર્થે આવું કર્યું કારણ કે સિદ્ધાર્થ માને છે કે જ્યારે સંબંધમાં બે વ્યક્તિ હોય છે ત્યારે બંને સમાન હોય છે. સંબંધ એટલે સમાનતા, નાનું-મોટું નહીં. આ જ કારણ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી ના ચરણ સ્પર્શ કર્યા અને સમાજને સંદેશ આપ્યો કે તે નવા યુગનો છોકરો છે જે જૂની રૂઢિચુસ્ત વિચારસરણીમાં વિશ્વાસ નથી કરતો.

 

કિયારા એ આપી સિદ્ધાર્થ ને ખાસ ભેટ 

કિયારા એ પણ સિદ્ધાર્થને ઈમોશનલ ગિફ્ટ આપી હતી. તેણે કસ્ટમાઇઝ્ડ કલીરો ડિઝાઈન કરાવ્યા હતા.જેમાં ચાંદ-તારા ની ડિઝાઈનની સાથે તેમની લવ સ્ટોરી ના કેટલાક માઈલ સ્ટોન પણ હતા. આ મહત્વની બાબતો માં સિદ્ધાર્થના પાલતુ કૂતરા ‘ઓસ્કર’નો ફોટો હતો જેણે સિદ્ધાર્થને ખૂબ જ ભાવુક બનાવી દીધો હતો; તેના આંસુ બહાર આવવા લાગ્યા. જણાવી દઈએ કે ગયા વર્ષે સિદ્ધાર્થનો કૂતરો મૃત્યુ પામ્યો હતો.

Join Our WhatsApp Community

You may also like