News Continuous Bureau | Mumbai
ટીવી ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંતનું અંગત જીવન હંમેશા વિવાદોમાં રહે છે. રાખીનું નામ ઘણા લોકો સાથે જોડાયું હતું પરંતુ આ પછી પણ તેને સાચો પ્રેમ મળી શક્યો નહીં. જ્યારે રાખી બિગ બોસ 15માં આવી ત્યારે તે રિતેશ નામના વ્યક્તિ સાથે આવી હતી, જેને તેના પતિ તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યો હતો. જોકે, રિતેશ અને રાખી સાવંત પછીથી અલગ થઈ ગયા. હાલમાં જ રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી. પરંતુ થોડા દિવસો પછી રાખી સાવંત અને આદિલ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ. વાસ્તવમાં રાખીએ આદિલ દુર્રાની સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. આ પછી પોલીસે મંગળવારે આદિલ દુર્રાનીને કસ્ટડીમાં લીધો હતો.ત્યાર બાદ આદિલ ને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર રાખીની એક ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.
રાખી સાવંતના પતિ આદિલનો થયો વીડિયો લીક
વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વિડીયો લીક થયો છે જેમાં રાખી સાવંત આદિલને આપેલા પૈસા માંગતી જોવા મળે છે. ક્લિપમાં રાખી સાવંત આદિલને તેના પૈસા વિશે પૂછી રહી છે. તે કહે છે, ‘મેં તને જે દોઢ કરોડ આપ્યા છે તે તું ક્યારે આપશે? આદિલ કહે છે – 4 મહિનામાં નફા સાથે. રાખી આગળ કહે છે, ‘મને નફો નથી જોઈતો,નફો તમે રાખો, મને નફો નથી જોઈતો, મને ફક્ત મારા પૈસા જોઈએ છે. તે મારી મહેનતની કમાણી છે. મારી પાસે કોઈ આવક નથી. તે મારા ખૂનની કમાઈ છે. મેં મારા દાગીના વેચી દીધા છે.
View this post on Instagram
રાખી સાવંતે પતિ આદિલ પર લગાવ્યા હતા ઘણા આરોપો
જણાવી દઈએ કે આ સિવાય રાખીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ ક્લિપમાં રાખી કહી રહી છે કે આદિલે તેની સાથે ઘણું ખોટું કર્યું છે. અભિનેત્રીએ કહ્યું, ‘હું જજને વિનંતી કરવા આવી છું કે મારા પતિ આદિલે મને ખૂબ ત્રાસ આપ્યો છે, છેતરપિંડી કરી છે, તેથી તેને જામીન ન મળવા જોઈએ. નોંધનીય છે કે રાખી સાવંતના પતિ આદિલ દુર્રાનીને પોલીસે બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યારબાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
View this post on Instagram