News Continuous Bureau | Mumbai
અક્ષય કુમાર બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા છે. તેનો જાદુ સિલ્વર સ્ક્રીન પર ઘણો જોવા મળે છે. તે ઘણા સમયથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને આજે પણ તેનો જાદુ બરકરાર છે. હાલમાં જ તેની ફિલ્મ સેલ્ફી રિલીઝ થઇ છે. એક મીડિયા હાઉસ દ્વારા તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં અભિનેતાને તેમના પુત્ર આરવ કુમાર વિશે પૂછવામાં આવ્યું હતું. તેનો દીકરો આરવ કુમાર એકદમ હેન્ડસમ છે અને ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે પણ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે. એવું માનવામાં આવે છે કે આરવ કુમાર તેમના પરિવારના વારસાને આગળ વધારી શકે છે.
ફિલ્મોથી દૂર છે અક્ષય કુમાર ના બાળકો
અક્ષયે કહ્યું- મારા ઘરમાં કોઈ ફિલ્મો વિશે વાત કરતું નથી. પત્ની ટ્વિંકલ એક મોટી ટીકાકાર છે. તે નિર્માતાની સામે કહે છે કે કઈ સ્ક્રિપ્ટ કેવી છે. પણ આરવ અને નિતારા ને આનાથી જરાય સંબંધ નથી. મારો પુત્ર અને પુત્રી બંને સંપૂર્ણપણે અલગ છે. આરવને ફિલ્મોનો બિલકુલ શોખ નથી. તેણે ક્યારેય વ્યક્ત કર્યું નથી કે તે ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેણે હંમેશા કહ્યું છે કે તે ફેશન ડિઝાઈનર બનવા માંગે છે. તેણે માત્ર ફેશન ડિઝાઈનિંગમાં જ પોતાનું કરિયર બનાવવું છે.
પોતાની મહેનતે આગળ વધવું છે આરવ કુમારને
અક્ષયે વધુમાં કહ્યું કે ‘હું પણ ઈચ્છું છું કે તે ખુશ રહે. હું ઈચ્છતો નથી કે મારા કારણે તેને ચાર-પાંચ ફિલ્મો મળે. આશ્ચર્યજનક વાત એ છે કે તે પોતે પણ આવું ઇચ્છતો નથી. તાજેતરની જ વાત છે તે લંડન યુનિવર્સિટીમાં એડમિશન ઇચ્છે છે. ત્યાંના બોર્ડમાં એક કે બે લોકો છે જેમને અમે ઓળખીએ છીએ. આશ્ચર્યજનક રીતે, તેણે કહ્યું – પપ્પા, જો તમે લોકોએ ત્યાં વાત કરી, અને મને પ્રવેશ મળી ગયો, તો હું ત્યાં નહીં જાઉં. હું જાણું છું કે તેણે ત્યાં જવું છે. પરંતુ મેં મારી પત્ની સાથે વાત કરી અને કહ્યું ના આપણે ત્યાં વાત નહીં કરીએ. તેનું નસીબ હશે તો તેને એડમિશન મળશે. તે આ વિચારનો છોકરો છે.’આ સાથે અક્ષયે કહ્યું કે અમારા પરિવારના વારસા પ્રમાણે હું ક્યારેય ઈચ્છતો નથી કે બાળક તે જ કરે. તે જે કરવા માંગે છે તે કરશે, તે તેમાં તેની કારકિર્દી બનાવશે.
