રોજ ધ્રુજી રહી છે ધરા, આજે અફઘાનિસ્તાન અને તજાકિસ્તાન સહિત ભારતના આ રાજ્યમાં આવ્યા જોરદાર ભૂકંપના આંચકા.. જાણો કેટલી હતી તીવ્રતા

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા તજાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.3 અને અફઘાનિસ્તાનમાં 4.1 નોંધાઈ છે.

દરમિયાન ભારતના મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે.

ભૂકંપ લગભગ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિમી હતી.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એશિયા ખંડમાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધ્યું છે, દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ વિસ્તારોમાં 2 માર્ચે રહેશે 24 કલાકનો પાણીકાપ, મરામતને લઇ લેવાયો નિર્ણય.. જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More