News Continuous Bureau | Mumbai
ઓલ ઈંડિયા મઝલિસે ઈત્તેહાલદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદમાંથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીના સંબંધી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી.
જે વ્યવસાયે ડોક્ટર હતા અને ઓવૈસીને સંબંધમાં દીકરીના સસરા એટલે કે વેવાઈ થાય છે. તેમણે માથામાં ડાબા ભાગે ગોળી મારી હતી. જેની પાછળ પારિવારીક વિવાદ હોવાનું કહેવાય છે.
ઘટના બાદ તુરંત તેમને અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને સોમવારે બે વાગે ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. પણ તેમનું મોત થઈ ચૂક્યું હતું.
આ સમાચાર પણ વાંચો : હોળાષ્ટક 2023: આજથી શરૂ થઈ રહ્યું છે હોળાષ્ટક. જાણો હોળાષ્ટક ક્યારે સમાપ્ત થશે? હોળીના આ 9 દિવસોમાં શું કરવું અને શું નહીં