MG Comet EV: ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કારના લિસ્ટમાં બહુ જલ્દી અન્ય એક પ્લેયરનું નામ એડ થવા જઈ રહ્યું છે. મોરિસ ગેરેજ (એમજી મોટર્સ) એ તાજેતરમાં કન્ફર્મ કર્યું છે કે કંપનીની આગામી સસ્તી ઇલેક્ટ્રિક કારને એમજી કોમેટ કહેવામાં આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપની આગામી એપ્રિલ મહિનામાં આ ઇલેક્ટ્રિક કારને લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે MG મોટર્સની આ આવનારી નાની ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ગતિશીલતા ને વધુ વેગ આપશે, કારણ કે તે ખૂબ જ ઓછી કિંમતે ઓફર કરી શકાય છે.
જો કે તેના લોન્ચિંગની તારીખ વિશે કોઈ માહિતી મળી નથી, પરંતુ કંપનીના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ આ પહેલા પણ ઘણી વખત કહ્યું છે કે કંપની તેની ઇલેક્ટ્રિક કાર બીજા ક્વાર્ટર પછી રજૂ કરશે. તો ચાલો જાણીએ કે કેવી હશે MG Comet EV-
MG Comet EVની વિગતો
કંપનીએ થોડા દિવસો પહેલા આ ઇલેક્ટ્રિક કારની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. બહારની બાજુએ, કારને MG બ્રાન્ડિંગ હેઠળ ચાર્જિંગ પોર્ટ મળશે, ડ્યુઅલ-ટોન બમ્પરના નીચલા છેડે ડ્યુઅલ, વર્ટિકલી સ્ટેક્ડ હેડલેમ્પ્સ, સિંક ટર્ન ઇન્ડિકેટર્સ સાથે LED DRLs, LED લાઇટ બાર અને વિન્ડ સ્ક્રીનની નીચે ક્રોમ સ્ટ્રીપ આપવામાં આવી છે. ORVM પણ આપવામાં આવે છે. ડ્યુઅલ-ટોન કલર થીમ સાથે એક મોટો રિયર ક્વાર્ટર ગ્લાસ આ કારના આઉટર પાર્ટ્સને વધારે છે. તે વ્હીલ કવર સાથે સ્ટીલ વ્હીલ્સ અને હાઇ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, ઊભી ગોઠવાયેલ ટેલલાઇટ્સ મેળવે છે.
અહેવાલો અનુસાર, કંપની આ કારને કુલ પાંચ કલર્સમાં લોન્ચ કરશે, જેમાં વ્હાઇટ, બ્લુ, યલો, પિંક અને ગ્રીન કલરનો સમાવેશ થાય છે. જોકે, કંપનીએ હજુ સુધી તેના ફીચર્સ અને ટેક્નિકલ વિગતો વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ કંપનીના વર્તમાન ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોમાં તે એન્ટ્રી-લેવલની કાર હશે, તેથી શક્ય છે કે તેની ડ્રાઈવિંગ રેન્જ Zs EV કરતા ઓછી હશે.
આ સમાચાર પણ વાંચો : હેલ્થ સેક્ટરમાં Dozeeનું ઇનોવેશન, જાણો કંપનીએ કેવી રીતે બદલ્યું પેશન્ટ મોનિટરિંગ
દેખાવ અને ડિઝાઇનની વાત કરીએ તો તે હેચબેક કાર જેવી લાગે છે, પરંતુ તેનો બોક્સી લુક તેને અન્ય હેચબેકથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. તેની લંબાઈ માત્ર 2.9 મીટર છે અને તેમાં 3 ડોર આપવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે બે સાઈટ ગેટ અને બેક સાઇડના ભાગે એક ટેલગેટ. કારની અંદર ચાર સીટ આપવામાં આવી છે અને કંપનીનો દાવો છે કે આ કાર તમને કેબિનમાં સારી જગ્યા આપે છે. કારને 2,010mmનો વ્હીલબેઝ મળે છે, જે કેબિનને વિશાળ બનાવવામાં મદદ કરે છે.
ડ્રાઇવિંગ રેન્જ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કારમાં 20-25kWh કેપેસિટીનું બેટરી પેક આપી શકે છે, શક્ય છે કે આ બેટરી Tata Autocop પાસેથી લોકલ રીતે મેળવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર એક જ ચાર્જમાં 200થી 300 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. આમાં કંપની સિંગલ ફ્રન્ટ એક્સલ મોટર આપશે જે 68hpનો પાવર જનરેટ કરી શકે છે.
ફીચર્સ અને કિંમત
હાલમાં આ કારના એક્સટીરિયરની માત્ર તસવીરો જ શેર કરવામાં આવી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ કારની કેબિનમાં 10.25 ઈંચની સ્ક્રીન આપી શકે છે. આ સિવાય કનેક્ટેડ કાર ટેકનોલોજી, ડ્યુઅલ ટોન ઈન્ટિરિયર, વોઇસ કમાન્ડ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. એટલું જ નહીં આ નાની કારમાં સનરૂફ પણ સામેલ કરી શકાય છે. જોકે આ અંગેની સંપૂર્ણ વિગતો આગામી સમયમાં બહાર આવશે. રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કારને વર્ષના મધ્યમાં લોન્ચ કરી શકે છે અને શક્ય છે કે તેની કિંમત 10 લાખ રૂપિયાની અંદર રાખવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : Harley-Davidsonને કર્યો કમાલ! લોન્ચ કરી છે સૌથી સસ્તી બાઇક, રોયલ એનફિલ્ડને આપશે ટક્કર