તમે સીરિયલ કિલર વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ હવે બિહારમાં એક સીરિયલ કિસર તમામ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે. આ સીરિયલ કિસર એક યુવક છે જે અજાણી મહિલાઓ અને છોકરીઓને અચાનક આવીને કિસ કરીને ભાગી જાય છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ મામલો બિહારના જુમાઇનો છે, જયાં એક સીસીટીવી સામે આવ્યા છે.
सनकी! बिहार के जमुई के इस सीसीटीवी फुटेज को देखिए. सदर अस्पताल परिसर का बताया जा रहा है. कैंपस में ही महिला स्वास्थ्यकर्मी सुरक्षित नहीं हैं. महिला ने शिकायत दर्ज कराई है. 10 मार्च की घटना है. Edited by @iajeetkumar pic.twitter.com/aqICQBeAu0
— Prakash Kumar (@kumarprakash4u) March 13, 2023
આ સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, બહાર એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન એક યુવક પાછળથી આવે છે અને બળજબરીથી મહિલાને કિસ કરવા લાગે છે. મહિલાને જયારે આ બધુ સમજાય છે ત્યાં સુધીમાં તો તે યુવક કિસ કરીને ફરાર થઇ જાય છે.