કોરોનાની ઝપેટમાં આવી કિરણ ખેર, અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આપી માહિતી

કિરણે તેની કારકિર્દીમાં બોલિવૂડની ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. તેણે મોટાભાગની ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે.

by Zalak Parikh
kirron kher tested covid positive actress tweeted and share information to her fans

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી નેતા કિરણ ખેર કોરોનાથી સંક્રમિત થયા છે. સોમવારે ટેસ્ટમાં તેણી કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું, “હું કોવિડ પોઝિટિવ મળી આવી છું. તેથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને તમારી તપાસ કરાવો.”

કેન્સર સામેની લડાઈ લડી છે

તમને જણાવી દઈએ કે, વર્ષ 2021 માં કિરણને મલ્ટિપલ માયલોમા નામનું બ્લડ કેન્સર થયું હતું. આ ભયંકર રોગમાંથી સાજા થયા પછી, તે મનોરંજનની દુનિયામાં પછી ફરી. તે રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં જજ તરીકે જોવા મળી હતી. કિરણે તેની કારકિર્દીમાં બોલિવૂડની ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. તેણે મોટાભાગની ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. તેણે દેવદાસ, રંગ દે બસંતી, હમ તુમ, દોસ્તાના, મૈં હૂં ના જેવી ફિલ્મોમાં તેમના મજબૂત અભિનય માટે પ્રશંસા મેળવી હતી.

અનુપમ ખેર ની પત્ની છે કિરણ ખેર 

કિરણ પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરની પત્ની છે. બંનેએ વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનુપમ ટૂંક સમયમાં વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરમાં જોવા મળશે. આ સિવાય તે ઈમરજન્સીમાં પણ મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં છે. તેનું દિગ્દર્શન પણ તે પોતે કરી રહી છે. આ વર્ષે આ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

 

Join Our WhatsApp Community

You may also like