News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિનોદ ખન્નાનો પુત્ર છે. જેમ કે દિવંગત અભિનેતા વિનોદ ખન્નાના પુત્ર હોવાને કારણે અક્ષય ખન્નાની બોલિવૂડમાં એન્ટ્રી ખૂબ જ આસાન બની હતી. તેમના પિતાએ તેમની પ્રથમ ફિલ્મ ‘હિમાલય પુત્ર’ પ્રોડ્યુસ કરી હતી. પરંતુ, દર્શકોને આ ફિલ્મ પસંદ ન આવી અને પરિણામે અક્ષય ખન્નાની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ નિષ્ફળ ગઈ પણ અક્ષય ખન્ના પાસ થઈ ગયો. તેણે પોતાના અભિનય દ્વારા લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ પછી તેણે ‘બોર્ડર’, ‘આ અબ લૌટ ચલેં’, ‘તાલ’, ‘દિલ ચાહતા હૈ’, ‘હલચલ’, ‘ગાંધી માય ફાધર’, ‘હમરાઝ’ અને ‘હંગામા’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી.
કરિશ્મા કપૂર ના પ્રેમ માં હતો અક્ષય ખન્ના
આ ફિલ્મો દરમિયાન જ તે કરિશ્મા કપૂરના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. કહેવાય છે કે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી જ કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે પોતે અક્ષયના પિતા એટલે કે દિવંગત અભિનેતા વિનોદ ખન્ના સાથે બંનેના લગ્નની વાત કરી હતી. જોકે, કરિશ્માની માતા બબીતા આ સંબંધથી ખુશ નહોતી. તેણી ઈચ્છતી ન હતી કે તેની પુત્રી લગ્ન કરે અને તેની કારકિર્દીને લાત મારે. તેથી જ તેઓએ બંનેને લગ્ન કરવા ન દીધા.આ પછી અક્ષય ખન્નાએ ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે હું લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી શકીશ. દરેક સંબંધમાં એટલી સ્વતંત્રતા હોય છે કે જ્યારે તમે ઈચ્છો ત્યારે બીજા સંબંધમાં જઈ શકો છો, પરંતુ લગ્ન કર્યા પછી આવું થતું નથી. બીજું, મને બાળકો બિલકુલ પસંદ નથી. એટલા માટે મેં લગ્ન નથી કર્યા. મને હવે એકલા રહેવું ગમે છે’.
આ અભિનેત્રી સાથે જોડાયું હતું અક્ષય ખન્ના નું નામ
તમને જણાવી દઈએ કે, એક્ટરનું નામ ઐશ્વર્યા રાય સાથે પણ જોડાયું હતું. એવી અફવા હતી કે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. અક્ષય ખન્નાએ પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘એશ્વર્યાના ચહેરા પરથી તેની નજર નથી હટતી’. એટલું જ નહીં, અભિનેતાએ સિમી ગરેવાલના ચેટ શોમાં એવો પણ દાવો કર્યો હતો કે તે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને ડેટ કરવા માંગે છે.