News Continuous Bureau | Mumbai
ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, પશ્ચિમ રેલ્વે ડી-કાર્બોનાઇઝેશન અને ગ્રીન એનર્જીના ઉત્પાદન તરફ મિશન મોડ પર કામ કરી રહી છે. આ દિશામાં, પશ્ચિમ રેલવેએ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટની સુવિધા સ્થાપિત કરી છે. તે જ તર્જ પર વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર નોન ફેર રેવન્યુ (NFR) કોન્ટ્રાક્ટ હેઠળ આવી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સુવિધા સ્થાપવાનું એક નવું પગલું ભર્યું છે.
આ સમાચાર પણ વાંચો: ભાજપે આ રાજ્યમાં ખેલ પાડ્યો… દિગ્ગજ નેતા અને પૂર્વ CMએ ધારણ કર્યો ભગવો, કોંગ્રેસ પર સાધ્યું નિશાન…
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે, પશ્ચિમ રેલવે અનેક પહેલ કરી રહી છે જે પ્રદૂષણને કાબૂમાં રાખવા તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે. નોન ફેર રેવન્યુ (NFR) કોન્ટ્રાક્ટ હેઠળ વડોદરા રેલ્વે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. આનાથી કરારના સમયગાળા દરમિયાન આશરે રૂ.35 લાખની આવક થશે. નોંધનીય છે કે આ EV ચાર્જિંગ સુવિધા EVs માટે તેના પ્રકારની સૌપ્રથમ છે, જે પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ આ પ્રકારની સુવિધાની સમકક્ષ છે અને વપરાશકર્તાઓ માટે પીવાના પાણી અને વૉશરૂમની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સુવિધા એકસાથે 10 ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરી શકે છે.
સુમિત ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે વડોદરા ડિવિઝનનું આ 8મું રેલ્વે સ્ટેશન છે જે ઇવી ચાર્જિંગ સુવિધાથી સજ્જ છે, જે ઇવી ઇકોસિસ્ટમ વિકસાવવાના સરકારના વિઝનને વેગ આપશે. વડોદરા સર્કલ પર, આવી સુવિધા મકરપુરા, ઉત્તરાણ, ડભોઇ, કરમસદ, ખરસલિયા, રણોલી અને મોડાસા ખાતે પણ ઉપલબ્ધ છે અને અન્ય આયોજન તબક્કામાં છે.