News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે.અનુષ્કા શર્મા આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે પરંતુ એક સમયે તે નાની-નાની જાહેરાતો કરીને પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરતી હતી.બહુ ઓછા લોકો જાણે છે કે અનુષ્કા શર્માએ ‘3 ઈડિયટ્સ’ માટે ઓડિશન આપ્યું હતું.આ ફિલ્મમાં અનુષ્કા શર્મા કરીના કપૂર ખાનનો રોલ કરવાની હતી.
અનુષ્કા શર્મા નું ઓડિશન જોઈ આમિર ખાને આપી આવી પ્રતિક્રિયા
અનુષ્કા શર્માએ ફિલ્મ પીકે ના ઓડિશન દરમિયાન ટેપ બતાવી જેમાં તે 3 ઈડિયટ્સ માટે ઓડિશન આપતી જોવા મળી હતી.જ્યારે અનુષ્કા શર્માએ આ ઓડિશન ટેપ ડિરેક્ટર રાજકુમાર હિરાની અને સુપરસ્ટાર અભિનેતા આમિર ખાનને બતાવી ત્યારે તેમની પ્રતિક્રિયા જોવા જેવી હતી.આ ઓડિશન ટેપ જોયા પછી આમિર ખાન અનુષ્કા શર્માના વખાણ કરવાનું રોકી શક્યો નહીં અને સાથે જ તે કેટલાક દ્રશ્યો પર હસતો પણ જોઈ શકાય છે.બીજી તરફ રાજકુમાર હિરાનીને એ પણ ખબર ન હતી કે અનુષ્કા શર્માએ તેની ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.ઓડિશન વિડીયોમાં, અનુષ્કા શર્મા રાજકુમાર હિરાનીની ફિલ્મ મુન્નાભાઈ MBBS ના ડાયલોગ બોલતી જોવા મળે છે જે તે ફિલ્મની અભિનેત્રી ગ્રેસી સિંહ દ્વારા બોલવામાં આવ્યો હતો.આ ડાયલોગ ફિલ્મમાં ત્યારે આવ્યો જ્યારે બોમન ઈરાની સંજય દત્તને હોસ્પિટલ માંથી કાઢી મૂકે છે.ઓડિશન વીડિયોમાં અનુષ્કા શર્મા આંખોમાં આંસુ સાથે તે ડાયલોગ આપતા જોઈ શકાય છે.
આ ફિલ્મ થી શરૂ થઇ હતી અનુષ્કા શર્માની ફિલ્મી કારકિર્દી
અનુષ્કા શર્માએ 2008માં આવેલી ફિલ્મ રબ ને બના દી જોડીથી મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો.આ ફિલ્મ સુપરહિટ રહી અને આ પછી અનુષ્કા શર્મા બેન્ડ બાજા બારાત, સુલતાન, દિલ ધડકને દો અને એ દિલ હૈ મુશ્કિલ અને સુઇ ધાગા જેવી ફિલ્મોમાં જોવા મળી.અનુષ્કા શર્માની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી ઉપર ગયો.
