કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અનુષ્કા શર્મા, ટાઇટેનિક અભિનેત્રી સાથે મળીને કરશે આ કામ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા કાન્સમાં ડેબ્યૂ કરી શકે છે. હાલમાં જ અનુષ્કા શર્મા ફ્રેન્ચ એમ્બેસી ઈમેન્યુઅલ લેનિનને મળી છે

by Zalak Parikh
anushka sharma will attend the cannes film festival for the first time

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા કાન્સમાં ડેબ્યૂ કરી શકે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર આ વખતે આ કર્યક્રમ 16 મેથી 27 મે વચ્ચે  છે. ચાહકો તેમજ ફેશન વિવેચકો આ કાર્યક્રમ ની રાહ જુએ છે.

 

અનુષ્કા શર્મા કરી શકે છે કાન્સ માં ડેબ્યુ 

આ વખતે અભિનેત્રી અનુષ્કા શર્મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યુ કરી શકે છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, અનુષ્કા સિનેમામાં મહિલાઓનું સન્માન કરવા માટે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023માં હાજર રહેશે. તેની સાથે લોકપ્રિય અભિનેત્રી કેટ વિન્સલેટ પણ જોડાશે.હાલમાં જ અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલીએ ફ્રેન્ચ એમ્બેસી ઈમેન્યુઅલ લેનિન સાથે મુલાકાત કરી હતી, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમજ આ ફોટો ફ્રાન્સના રાજદૂતે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પોસ્ટને શેર કરતા ફ્રાન્સના રાજદૂતે લખ્યું, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સાથે એક સુખદ મુલાકાત. મેં વિરાટ અને ટીમ ઈન્ડિયાને આગામી ટુર્નામેન્ટ માટે શુભકામનાઓ પાઠવી હતી અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુષ્કાની સફર અંગે ચર્ચા કરી હતી.

અનુષ્કા શર્મા ની આગામી ફિલ્મ 

અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા, તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો.અનુષ્કા શર્મા ચાર વર્ષ બાદ ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’થી એક્ટિંગમાં કમબેક કરી રહી છે. પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત ચકડા એક્સપ્રેસ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે, જે 2012 માં પદ્મશ્રી મેળવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. ‘ચકડા એક્સપ્રેસ’નું શૂટિંગ ભારત અને યુકેમાં કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

You may also like