શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને ભારત

by Dr. Mayur Parikh
Shanghai Cooperation Organization and India

News Continuous Bureau | Mumbai

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનએ યુરેશિયન રાજકીય, આર્થિક, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ સંસ્થા છે. ભૌગોલિક અવકાશ અને વસ્તીની દ્રષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી પ્રાદેશિક સંસ્થા છે, જે યુરેશિયાના આશરે ૬૦% અને વિશ્વની વસ્તીના ૪૦ %. વિસ્તારને આવરી લે છે,
ચોથી-પાંચમી મેના દીને ગોવા ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન( એસસીઓ)નુ આયોજન કરવામા આવ્યુ છે.આ પહેલા ગત ૨૮ મી અપ્રિલે આ સંસ્થાના સંરક્ષણ પ્રધાનોની બેઠકનુ આયોજન કરાયુ હતુ જેમા સંરક્ષણ પ્રધાનોએ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા, SCO અંતર્ગત આતંકવાદ વિરોધી પ્રયાસો અને અસરકારક બહુપક્ષીયવાદને લગતા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી).હાલની ગોવા ખાતેની સદસ્ય સભ્યોના વિદેશમંત્રી ઓની બેઠક યોજાય છે જેમાં આવતી ત્રણ-ચાર જુલાઈના રોજ નવી દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની યોજનારી સમિટના એજન્ડાને આખરી ઓપ આપવામાં આવશે. ગોવામા યોજાઈ રહેલી બેઠકમા નક્કી થનારએજન્ડામા આતંકવાદ વિરોધી, અફઘાન સ્થિરતા, ચાબહાર પોર્ટ અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર સહિતની સમાવેશી કનેક્ટિવિટી પહેલો ઉપરાંત ભારતના વ્યાપક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ કરાયો હોવાનુ માનવામા આવી રહ્યુ છે.ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને તેના સભ્ય દેશો અને વડાઓની પરિષદ ની ૨૨ મી બેઠક- સમિટ નું આયોજન ગત ૧૫ સપ્ટેમ્બર2 ૨૦૨૨ ના દિવસે કરાયુ હતું .

આ સમાચાર પણ વાંચો : નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

કોવિડ-૧૯ મહામારીને કારણે છેલ્લા બે વર્ષમાં(૧૯-૨૦,૨૦-૨૧) એસસીઓ સમિટ રદ કરવામાં આવી હતી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) એ ૧૫ જૂન ૨૦૦૧ ના રોજ શાંઘાઈમાં સ્થપાયેલ આંતર-સરકારી સંસ્થા છે. જે નુ હેડક્વાટર ચીનના બેઇજિંગ ખાતે આવેલુ છે.એસસીઓ માં હાલમાં નવ સભ્ય દેશો જેમા ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન અને ઈરાન જેને હાલમા કાયમી સદસ્ય બનાવાયું છે તેનો સમાવેશ થાય છે. આ સંગઠન અફઘાનિસ્તાન, બેલારુસ, અને મંગોલિયા જેવા ત્રણ નિરીક્ષક રાષ્ટ્રો નો સમાવેશ કરી રહ્યુ છે જેને સંપૂર્ણ સભ્યપદ માટે પ્રવેશ કરવામાં રસ છે. આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તુર્કી, ઇજિપ્ત, કતાર તેમજ સાઉદી અરેબિયા એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના “સંવાદ ભાગીદારો”- ડાયલોગ પાર્ટનર છે. સાલ ૨૦૦૧ માં તેની શરૂઆત થઈ ત્યારથી, એસસીઓ એ મુખ્યત્વે પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ, પ્રાદેશિક આતંકવાદ, વંશીય અલગતાવાદ અને ધાર્મિક ઉગ્રવાદ સામેની લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું સાથે.

એસસીઓ ના મુખ્ય ધ્યેયો સભ્ય દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સારા-પાડોશી સંબંધોને મજબૂત બનાવવાનો છે; રાજકારણ, વેપાર અને અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ તેમજ શિક્ષણ, ઉર્જા, પરિવહન, પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં અસરકારક સહકારને પ્રોત્સાહન આપવું; નવા, લોકશાહી, ન્યાયી અને તર્કસંગત રાજકીય અને આર્થિક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થાપના તરફ આગળ વધીને, પ્રદેશમાં શાંતિ, સલામતી અને સ્થિરતા જાળવવા અને તેની ખાતરી કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા ના છે.

આ સમાચાર પણ વાંચો :  ગયાનામાં ‘મિલેટ્સ મોડેલ ફાર્મ’ સ્થાપવાની શક્યતા ચકાસવા યુપીએલ અને ગયાના સરકાર વચ્ચે સમજૂતી

આ સંસ્થા પરસ્પર વિશ્વાસ, પરસ્પર લાભ, સમાન અધિકારો, પરામર્શ, સંસ્કૃતિની વિવિધતા પ્રત્યે આદર અને સામાન્ય વિકાસની આકાંક્ષાના સિદ્ધાંતો પર આધારિત તેની આંતરિક નીતિને અનુસરે છે,આજની તારીખે, એસસીઓ ની પ્રાથમિકતાઓમાં પ્રાદેશિક વિકાસનો પણ સમાવેશ થાય છે. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએભારત માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અતી મહત્વનુ છે. સાલ ૨૦૧૭ મા કઝાખસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા ચાર મધ્ય એશિયાઈ પ્રજાસત્તાક રાષ્ટ્રો અને રશિયાના ‘પીઠબળ”થી ભારત આ સંસ્થાનુ કાયમી સદસ્ય બન્યુ. મધ્ય એશિયા પ્રદેશમાં મૂળભૂત ફેરફારોના બદલાયેલા સંદર્ભમાં અને મધ્ય એશિયાઈ જગ્યા માટે રશિયા અને ચીન વચ્ચેની ઉભરતી ભૌગોલિક રાજકીય સ્પર્ધામાં, મધ્ય એશિયાઈ પ્રજાસત્તાક રાષ્ટ્રો નો ટેકો પણ સમાન મહત્વ ધરાવે છે. મધ્ય એશિયાઈ પ્રજાસત્તાક રાષ્ટ્રો ને આશંકા છે કે તેમના સંબંધિત પ્રોજેક્ટ્સને અનુસરવા માટે, તેઓ દબાણમાં આવી શકે છે. નિઃશંકપણે, મધ્ય એશિયા રશિયન અને ચીની પ્રોજેક્ટ્સની સફળતાની ચાવી છે. આ ચાર રાષ્ટ્રો માને છે કે ભારતની પ્રાદેશિક હાજરી તેમની બહુ-વેક્ટર વિદેશી નીતિઓને મજબૂત બનાવશે. તેમના મતે, ભારત હાલના વર્ણન-વલણને બદલી શકે છે અને “નો સિંગલ” પાવર મધ્ય એશિયા પર પ્રભુત્વ ધરાવશે તેવી તેમની નીતિમાં મહત્વનો ઉમેરો કરી શકે છે.સાલ૨૦૨૦ના અંતમાં, આઠ દેશોના જૂથમાં જોડાયાના ત્રણ વર્ષ બાદ ભારતે પ્રથમ વખત એસસીઓ ના વડાઓ બેઠકનું આયોજન કર્યું હતું. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું ધ્યાન પ્રદેશમાં કોવિડ-૧૯ ના સામાજિક-આર્થિક પરિણામોને પહોંચી વળવા માટેની યોજના વિકસાવવા પર હતું.બે દાયકાથી ઓછા સમયમાં, એસસીઓ યુરેશિયન અવકાશમાં એક મુખ્ય પ્રાદેશિક સંગઠન તરીકે ઉભરી આવ્યું છે.

તે યુરેશિયાના પ્રદેશના ૬૦% થી વધુ, વિશ્વની વસ્તીના ૪૦ % થી વધુ અને વિશ્વના જીડીપીના લગભગ ચોથા ભાગનો હિસ્સો ધરાવે છે.યુરેશિયન ક્ષેત્ર અને તેનાથી આગળ એસસીઓ ની વધતી ભૂમિકા અને મહત્વને જોતાં, ભારતને સંગઠનમાં જોડાવાથી લાંબા ગાળા માટે વધુ ફાયદો થવાની સંભાવના છે. તેથી, એસસીઓ પડકારોમાંથી સાવચેતીપૂર્વક નેવિગેટ કરતી વખતે ભારતને તેના રાષ્ટ્રીય હિતને પૂર્ણ કરવાની તક પૂરી પાડે છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનુ સદસ્ય પદ ભારત માટે ભારત માટે તકો પુરી પાડે છે આ તકોમા છે પ્રથમ પ્રાદેશિક સુરક્ષા, એસસીઓ ભારતને, યુરેશિયન સુરક્ષા જૂથના અભિન્ન અંગ તરીકે, આ ક્ષેત્રમાં ધાર્મિક ઉગ્રવાદ અને આતંકવાદથી ઉદ્ભવતા કેન્દ્રત્યાગી દળોને નિષ્ક્રિય કરવા સક્ષમ બનાવશે.બીજુ પ્રાદેશિકતાનો સ્વીકાર: એસસીઓ એ કેટલીક પ્રાદેશિક રચનાઓમાંની એક છે જેનો ભારત અત્યારે એક ભાગ છે વધુ મહત્ત્વની વાત એ છે કે, ઊર્જા, વેપાર અને પરિવહન લિંક્સનું જેવા ત્રણ નિર્ણાયક ક્ષેત્રોમાં સહકાર, અને પરંપરાગત અને બિન-પરંપરાગત સુરક્ષા જોખમોનો સામનો કરવો- એસસીઓ ની પદ્ધતિ અને સુવિધા દ્વારા લાભ મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો : 1987માં બનેલી ‘રામાયણ’ના એક એપિસોડ પાછળ થતો હતો આટલો ખર્ચો, સિરિયલે કરી હતી રેકોર્ડબ્રેક કમાણી

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એ ભારતની સેન્ટ્રલ એશિયા નીતિને આગળ વધારવા માટે એક સંભવિત પ્લેટફોર્મ પણ છે. આ સંગઠન ભારતને મધ્ય એશિયાના દેશો સુધી તેની પહોંચ – વેપાર અને વ્યૂહાત્મક સંબંધો માટે અનુકૂળ ચેનલ પ્રદાન કરે છે. એસસીઓ ભારતને એક મંચ પ્રદાન કરે છે જ્યાં તે પ્રાદેશિક સંદર્ભમાં ચીન અને પાકિસ્તાન બંનેને રચનાત્મક રીતે જોડે અને ભારતના સુરક્ષા હિતોને પ્રોજેક્ટ કરી શકે છે.આ સંસ્થા એ અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ અને આ ક્ષેત્રમાં ધાર્મિક ઉગ્રવાદ અને આતંકવાદથી ઉદ્ભવતા કેન્દ્રત્યાગી દળો કે જે ભારતની સુરક્ષા અને વિકાસને જોખમમાં મૂકે છે તેની તપાસ કરવા માટે એક વૈકલ્પિક પ્રાદેશિક પ્લેટફોર્મ પણ બની રહ્યુ છે. સૌથી ઉપર, આ ઓર્ગેનાઈઝેશન ને અનુસરવા યોગ્ય જૂથ તરીકે જોવામાં આવે છે કારણ કે તે ભારતના ભૌગોલિક રાજકીય સંતુલનને જાળવી રાખે છે, જે પશ્ચિમી વિશ્વ સાથે ભારતના અન્યથા વધુ મજબૂત સંબંધો માટે ઉપયોગી પ્રતિરૂપ છે. યુરેશિયા સાથે ભારતની વિસ્તૃત જોડાણમાં મુખ્ય અવરોધ એ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અને પાકિસ્તાન દ્વારા સીધો જમીન જોડાણનો વ્યૂહાત્મક અસ્વીકાર છે. ભારત હાલ આ અંગે મોટા પડકારોનો સામનો કરી રહ્યુ છે જે નો ઉકેલ એસસીઓ દ્વારા શક્ય બની શકે છે. રશિયા ભારતને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમા ભારે મહત્વ અને સહકાર આપી રહ્યુ છે. જેના મૂળમા ચીનની શક્તિને આ ફોરમ અને વિસ્તારમા સંતુલિત કરવાનું છે. જોકે, આજે ભારતે જે પડકારનો સામનો કરવો પડે છે તે રશિયા અને ચીનની વધતી જતી નિકટતા છે, તેમ છતાં ભારતે અમેરિકા સાથે વધુ સારા સંબંધોને પ્રોત્સાહન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : અનામતની માંગમાં ‘આગ’: સજ્જડ કર્ફ્યૂ-ઈન્ટરનેટ બંધ, આ રાજ્યમાં હિંસા બેકાબૂ: સરકારે આપ્યા દેખો ત્યાં ઠારના આદેશ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના મંચ દ્વારા ભારત, ચીન ,પાકિસ્તાન સાથે ના સબંધોને વધુ ન બગડે તેવા પ્રયાસો કરી શકે છે પરંતુ સમરકંદ ખાતે પુરી થયેલી ૨૨ મી બેઠક દરમ્યાન ચીન કે પાકિસ્તાને સબંધો સુધારવા કોઈ પ્રયાસ કર્યા નહોતા જેની ભારતે કોઈ નોધ લીધી હોય તેવુ જણાતું નથી.ગોવા ખાતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-જરદારી દેશનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પણ તે આ બેઠકમા શુ યોગદાન આપસે તે જોવુ રહ્યુ. ૨૮મી તારીખે યોજેયેલી સંરક્ષણ પ્રધાનોની બેઠકમા ભારતે ચીનને તેનીજ “વર્તણુક”પ્રમાણે જવાબ આપ્યો છે.એવુ માનવમાં આવી રહ્યુ છે કે રશિયાના પ્રમુખ આવતી ત્રણ-ચાર જુલાઈના રોજ યોજનારી સમિટમા ભાગ લેવા આવશે પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમિટમાં રૂબરૂ હાજરી આપશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સંકેત નથી. ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનને નવી દિશા ચીંધી શકે છે.ભારત આજે જી-૨૦ના અધ્યક્ષ હોવા સાથે એસસીઓનુ પણ અધ્યક્ષ છે જે રાષ્ટ્ર માટે ગૌરવશાળી વાત છે.

 

Mr. Mitin Sheth

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More