News Continuous Bureau | Mumbai
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ની કડકતા છતાં મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતા પ્રેમીપંખીડાઓ અટકતા નથી. હવે ફરી એકવાર દિલ્હી મેટ્રોનો વધુ એક શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ મેટ્રોના ફ્લોર પર બેસીને લિપ-લૉક કરતા જોવા મળે છે.
જુઓ વિડિયોઃ-
दिल्ली मेट्रो का नाम बदल के P०rnHub क्यों नहीं रख देते @DCP_DelhiMetro ? pic.twitter.com/dTeyraJaVf
— Dr. Ladla (@SonOfChoudhary) May 9, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે દિલ્હી મેટ્રોના ફ્લોર પર એક છોકરો બેઠો છે અને તેની ગર્લફ્રેન્ડ તેના ખોળામાં સૂઈ રહી છે. બંને જરા પણ ખચકાટ અને સંકોચ વગર એકબીજાને લિપલોક કરી રહ્યાં છે. આ વીડિયો આગળની સીટ પર બેઠેલા યુવકે રેકોર્ડ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: વૈશ્વિક ધનિકોની યાદી : મુકેશ અંબાણી ફરી ઝકરબર્ગથી નિકળ્યા આગળ, પરંતુ ગૌતમ અદાણી બે સ્થાન નીચે સરક્યાં
છોકરો અને છોકરી પહેલેથી જ ભૂલ કરી ચૂક્યા હતા. તમને જણાવી દઈએ કે મેટ્રોના ફ્લોર પર બેસવાની મનાઈ છે. વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકો નારાજ છે અને મજાકિયા રીતે દિલ્હી મેટ્રોનું નામ બદલવાની પણ માંગ કરી રહ્યા છે.