News Continuous Bureau | Mumbai
Biparjoy Cyclone : જખૌ (Jakhau) સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે જ્યાં વાવાઝોડું (Cyclone) લેન્ડફોલ થવાનું છે ત્યારે તીવ્ર પવન અને વરસાદ મોડી રાતથી જ શરુ થઈ ગયો છે. જખૌ આસપાસના 20 કિમીના રેડીયસમાં લોકોને ખસેડીને સુરક્ષિત જગ્યાએ લઈ આવવામાં આવ્યા છે. ( rescue) જખૌ બંદર પાસે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે. અહીં દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી. ત્યાં ઉભા રહે તેવી પણ સ્થિતિ નથી. ત્યારે હજુ વાવાઝોડાને લેન્ડફોલ થવાને 6થી 8 કલાક બાકી છે ત્યારે અત્યારથી જ આ સ્થિતિ જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Biparjoy Cyclone : વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ, 20 કિમી આસપાસ લોકોને ખસેડાયા
અરબસાગર તરફથી ગુજરાતમાં બિપોરજોય સતત જખૌ તરફ આગળ વધી રહ્યું છે. જખૌ પાસે આ વાવાઝોડું ટકરાશે. તીવ્ર પવન અને વરસાદ જોવા મળી રહ્યોછે. નલિયા, જખૌ, લખપત વિસ્તારમાં વાદળો છવાયા છે. જખૌ પાસેના નાના ટાપુઓ કે જ્યાંથી લોકોને પહેલાથી જ ખસેયાા છે. સુરક્ષાને જોતા ટાપું ખાલી કરાવવામાં આવ્યા છે. આ સાથે જ આસપાસ નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. 20 કિમીના એરીયામાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા છે.
અત્યારથી જખૌ ઉપરાંત અબડાસા સહીતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નલિયા આસપાસ પણ તેજ પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તમામ બજારોની દુકાનો બંધ કરાવવામાં આવી છે. અલગ અલગ કંપનીઓની પવનચક્કીઓ બંધ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની 100 ટીમ અને એનડીઆરએફ, એસડીઆરએફની ટૂંકડીઓ ઉપરાંત એસઆરપી, આર્મીના જવાનોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..