child labour : બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે ઉન ભેસ્તાન વિસ્તારથી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

child labour : બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત શહેરના ઉન ભેસ્તાન વિસ્તારની સ્ટાર બેગ કંપનીમાં રેડ પાડી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા

by kalpana Verat
child labour : Labour Department officials rescue 18 child labourers from bag manufacturing in Surat

News Continuous Bureau | Mumbai 

child labour : બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત શહેરના ઉન ભેસ્તાન વિસ્તારની સ્ટાર બેગ કંપનીમાં રેડ પાડી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ બાળશ્રમિકો ઉત્તરપ્રદેશ અને બિહારથી કામ અર્થે સુરત આવ્યા હતા. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની દેખરેખ હેઠળ વી.આર. પોપાવાલા બાળાશ્રમમાં આશ્રય અર્થે મોકલાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકો સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી કામ કરતા હતા, અને બપોરે ૧:૦૦ થી ૨:૦૦ રિસેસ રહેતી. મહિને આશરે Rs ૯ હજારથી Rs ૧૦ હજાર પગાર આપવામાં આવતો હતો.

લેબર ઓફિસર, મનપા, અન્ય વિભાગો અને પ્રયાસ સંસ્થાની બનેલી જિલ્લા ટાસ્ક ફોર્સએ આ કાર્યવાહી કરી હતી. બાળકોના ડોક્યુમેન્ટ આવ્યા પછી આગળ કાયદાકીય કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી,સુરતની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Police Suraksha Setu : પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણની કડી, 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More