News Continuous Bureau | Mumbai
દિગ્દર્શક હંસલ મહેતાએ પ્રતિક ગાંધી અભિનીત વેબ સિરીઝ ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા. હવે, ‘સ્કેમ 1992’ના ત્રણ વર્ષ પછી, દિગ્દર્શક સ્કેમ સીરિઝ ની બીજી સીઝન ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ લઇ ને આવ્યા છે. તે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ Sony Live એ આ વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી છે.
સોની લીવ પર રિલીઝ થશે ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’
ડિજિટલ પ્લેટફોર્મ તરીકે SonyLIV એ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર SonyLIV એ Instagram પર ટાઈટલ મોશન પોસ્ટર વિડીયો શેર કરીને ‘Scam 2003’ ની રીલીઝ તારીખ જાહેર કરી. કેપ્શનમાં લખ્યું છે કે ‘ધ તેલગી સ્ટોરી હંસલ મહેતાની 2020ની હિટ ફિલ્મ ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’નું ફોલોઅપ છે. ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ 2જી સપ્ટેમ્બરથી Sony LIV પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે.
View this post on Instagram
‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ ની વાર્તા
2003 ના તેલગી કૌભાંડ પર આધારિત ‘સ્કેમ 2003’, નકલી સ્ટેમ્પ પેપર છાપવામાં દોષિત અબ્દુલ કરીમ તેલગીની વાર્તા દર્શાવશે. અબ્દુલે વેન્ડર તરીકે શરૂઆત કરી અને ટ્રાવેલ કંપનીઓમાં કામ કરતી વખતે તેને નકલી ટિકિટનો વિચાર આવ્યો. અનેક રાજ્યોમાં ફેલાયેલા આ કૌભાંડે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. વેબ સિરીઝ પત્રકાર સંજય સિંહ દ્વારા લખાયેલ હિન્દી પુસ્તક રિપોર્ટર કી ડાયરી પરથી લેવામાં આવી છે. હંસલ મહેતાએ તાજેતરમાં નેટફ્લિક્સ ક્રાઈમ ડ્રામા શ્રેણી ‘સ્કૂપ’નું સહ-નિર્માણ અને નિર્દેશન કર્યું છે. અગાઉ તેણે બંધક થ્રિલર ફિલ્મ ‘ફરાજ’નું દિગ્દર્શન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: કંગના રનૌતે પોતાના લગ્નની યોજના નો કર્યો ખુલાસો, અભિનેત્રીએ જણાવ્યું તે ક્યારે લગ્ન કરશે