News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને દરેક જગ્યાએ ચર્ચા છે. વાસ્તવમાં, લોકોએ આ ફિલ્મના પાત્રોના કેટલાક સંવાદો પર વાંધો ઉઠાવ્યો છે. લોકો કહે છે કે આવા સંવાદો રામાયણ પ્રેરિત ફિલ્મ ‘આદિપુરુષ’ના પાત્રોને શોભતા નથી. ફિલ્મને લઈને વધી રહેલા વિવાદને જોતા મેકર્સે ડાયલોગ બદલવાનો નિર્ણય કર્યો છે. પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલોગ્સ લેખક મનોજ મુન્તાશીરે લખ્યા છે અને તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન મનોજ મુન્તાશીરે પોતના જીવને જોખમ છે તેમ જણાવ્યું છે અને તેને મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.
મનોજ મુન્તાશીરને મુંબઈ પોલીસે આપી સુરક્ષા
ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોએ તેના ડાયલોગ પર વાંધો ઉઠાવ્યો હતો. લોકોએ કહ્યું કે આ પ્રકારના નબળા સંવાદો ફિલ્મમાં ભગવાન હનુમાન સહિત અન્ય પાત્રો પર ફિટ બેસતા નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે હંગામાને જોતા મનોજ મુન્તાશીરે પોતાના માટે સુરક્ષાની માંગ કરી હતી, જે પૂરી થઈ ગઈ છે.એક ન્યૂઝ એજન્સી અનુસાર, ‘મુંબઈ પોલીસે આદિપુરુષ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને તેમના જીવને ખતરો હોવાનું કહીને સુરક્ષાની માંગણી કર્યા બાદ તેમને સુરક્ષા આપી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે તે આ મામલે તપાસ કરી રહી છે.
Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter.
(File photo) pic.twitter.com/1WiWiOhclo
— ANI (@ANI) June 19, 2023
મનોજ મુન્તાશીર ના આ સંવાદો પર થયો હતો વિવાદ
જે ડાયલોગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે છે- ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપ કી’, ‘જો હમારી બહેનો કો હાથ લગાએંગે, હમ ઉનકી લંકા લગા દેંગે’, ‘યે લંકા’ ક્યા તેરી બુઆ કા બગીચા હે જો હવા ખાને આ ગયા?’ ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ભલે વિવાદો થયા હોય પરંતુ કમાણી જબરદસ્ત છે. આ ફિલ્મે વિશ્વભરમાં 340 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ ફિલ્મમાં પ્રભાસ શ્રીરામનો રોલ કરી રહ્યો છે, કૃતિ સેનન માતા સીતાનો રોલ કરી રહી છે, સની સિંહ લક્ષ્મણનો રોલ કરી રહ્યો છે, દેવદત્ત નાગે ભગવાન હનુમાનનો રોલ કરી રહ્યો છે અને સૈફ અલી ખાન રાવણનો રોલ કરી રહ્યો છે..
આ સમાચાર પણ વાંચો: આદિપુરુષના મેકર્સે લીધો મોટો નિર્ણય, જનતાના સંતોષ માટે કરશે આ કામ, સ્ક્રિપ્ટ રાઇટર મનોજ મુન્તાશીરે સોશિયલ મીડિયા પર આપી માહિતી