News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાનની આ ફિલ્મને લગતા અપડેટ્સ સામે આવતા રહે છે. ફિલ્મોમાં અભિનયની સાથે સલમાન ખાન ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસનું નામ સલમાન ખાન ફિલ્મ્સ છે અને તેણે ઘણી ફિલ્મો બનાવી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહેતા સલમાન ખાને એક નોટિસ શેર કરીને પોતાના ફેન્સને ચેતવણી આપી છે. ચાલો જાણીએ કે સલમાન ખાને તેના ફેન્સને શું ચેતવણી આપી છે.
સલમાન ખાને પોસ્ટ કરી નોટિસ
સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. સલમાન ખાને એક ઓફિશિયલ નોટિસમાં લખ્યું, ‘એ સ્પષ્ટતા કરવાની છે કે સલમાન ખાન કે સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં કોઈ ફિલ્મ માટે કાસ્ટ કરી રહ્યાં નથી. અમે અમારી આવનારી કોઈપણ મૂવી માટે કોઈ કાસ્ટિંગ એજન્ટને હાયર કર્યા નથી. કૃપા કરીને આ અંગેના કોઈપણ ઈમેલ કે મેસેજ પર વિશ્વાસ કરશો નહીં. જો કોઈ પણ વ્યક્તિ સલમાન ખાન અથવા SKFના નામનો કોઈપણ અનધિકૃત રીતે દુરુપયોગ કરતું જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: Jawan : શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન’ માંથી નયનતારા નો લુક કર્યો રિલીઝ, હાથમાં બંદૂક સાથે જોવા મળ્યો અભિનેત્રી નો એક્શન અવતાર
સલમાન ખાન નું વર્ક ફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’માં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝી ફિલ્મો ‘એક થા ટાઈગર’ વર્ષ 2012માં અને ‘ટાઈગર ઝિંદા હૈ’ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. સલમાન ખાન છેલ્લે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં જોવા મળ્યો હતો.