News Continuous Bureau | Mumbai
Mumbai : મોર (Peacock) એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે,જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષાઋતુ માં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર આ પીંછા ફેલાવે છે અને નૃત્ય(Dance) કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને ‘કળા કરી’ કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.
જુઓ વિડીયો
Visuals of #Thismorning. #Peacock dance
VC – Umesh Kashikar sir pic.twitter.com/Utwm7toJ4B
— Mayuresh Ganapatye (@mayuganapatye) July 21, 2023
મોરનું કલાત્મક નૃત્ય
મુંબઈ(Mumbai)માં મંગળવારથી વરસાદ(Rain) પડી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર રાજભવન(Raj Bhavan) ખાતે નૃત્ય કરી રહેલા મોરનો થનગનાટ કેમેરામાં કંડરાયો હતો. આ વીડિયોમાં મોર પોતાના સેંકડો પીંછાં ખોલીને ટહુકા સાથે કલાત્મક નૃત્ય કરતો જોવા મળી રહ્યો છે. જવલ્લેજ જોવા મળતું આવું દૃશ્ય નિહાળીને લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Rain Updates: મહારાષ્ટ્રમાં વરસાદે મચાવી તબાહી, મુંબઈમાં ‘ઓરેન્જ’ એલર્ટ, જાણો આજનુ હવામાન કેવું રહેશે.. સંપુર્ણ વિગતો અહીંયા વાંચો..