News Continuous Bureau | Mumbai
Teamwork : જ્યારે ઘણા લોકો એક સાથે કોઈ કામ કરે છે, ત્યારે તે કામ વધુ અસરકારક રીતે થાય છે. ટીમ વર્કનું પરિણામ હંમેશા ઉત્તમ હોય છે. જે કામ એકલા હાથે શક્ય નથી તે અનેક લોકોને સાથે લઈને પૂર્ણ કરી શકાય છે.
હાલ એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બિલાડી અને બે કાગડાની વાર્તા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે બે કાગડાઓ સાથે મળીને બિલાડીને પરેશાન કરે છે.
જુઓ વિડીયો
A robbery planned with great precision😂 pic.twitter.com/AngKSOsKOY
— Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023
આ સમાચાર પણ વાંચો : Palak tiwari : શું પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનના સંબંધો ને પરિવાર તરફ થી મળી લીલી ઝંડી?
બિલાડીની ઈચ્છા પર પાણી ફેરવી દીધું
બિલાડી ખુશીથી કંઈક ખાઈ રહી છે, જેના પર બંને કાગડાની નજર પડી. તેમને પણ ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ કાગડો બિલાડી સાથે સીધી હરીફાઈ ન કરી શકે તે સ્વાભાવિક છે. પરંતુ અહીં બે કાગડાઓ છે, જેમાંથી એક બિલાડીને પાછળથી ચાંચ મારે છે, જેના પર બિલાડી ઝડપથી તરાપ મારે છે. દરમિયાન, બીજો કાગડો ખાવાની વસ્તુ લઈને ઉડી જાય છે. જો કાગડો એકલો જ હોત તે તો બિલાડી પાસેથી ખાવાની વસ્તુ છીનવી શકયો ન હોત. પણ જ્યારે બંને મળી ગયા તો કામ સરળ થઈ ગયું. એટલે કે બે કાગડાઓએ મળીને બિલાડીની ઈચ્છા પર પાણી ફેરવી દીધું.
આનંદ મહિન્દ્રાએ સો. મીડિયા પર શેર કર્યો વિડીયો..
ઉલ્લેખનીય છે કે, આ વિડીયો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને ટ્વિટર પર, તેની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પ્રોડક્ટ્સ સિવાય, તે ઘણા પ્રેરણાત્મક વીડિયો પણ શેર કરે છે. આ સાથે, તમને તેના ટ્વિટર હેન્ડલ પર ઘણા ફની વીડિયો પણ જોવા મળશે.