News Continuous Bureau | Mumbai
Ahmedabad : અમદાવાદની અંદર આંખ આવવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ સપ્તાહમાં 12 હજાર કેસો નોંધાયા છે. ચોમાસાની આ ઋતુમાં આ કેસોમાં ધરખમ વધારો થયો છે. યુએચસી, સીએચસી અને એએમસીની હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે જો આ સિવાય અન્ય સરકારી સિવાય પ્રાઈવેટ કેસોની વાત કરવામાં આવે તો અંદાજે 30 હજાર જેટલા કેસો અંદાજિત આંખ આવવાના નોંધાયા છે.
ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર ક્લિનિકલી કન્જેક્ટિવાઈટીના દરરોજ 20 જેટલા કેસો જોવા મળી રહ્યા છે. જરુરી દવાઓનો જથ્થો મળી રહે તે પ્રકારની સહાતા કોર્પોરેશનની હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાં આપવામાં આવી રહી છે.
આંખ આવવાના કિસ્સાઓમાં સાવચેતીપૂર્વક સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્યના આરોગ્ય વિભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રોમાં તેને લગતી દવાઓ ઉપલબ્ધ કરાવી છે. જો કે, મિડિકલમાં તેનું વેચાણ આ કિસ્સાઓમાં વધ્યું છે.ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આઇ ડ્રોપ્સ ડાયરેક્ટ ન લેવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Indian Cricketer Yuvraj Singh: પુર્વ ક્રિકેટર યુવરાજ સિંહની માતા પાસેથી પૈસા પડાવવાના પ્રયાસમાં એક મહિલાની ધરપકડ.. જાણો શું છે આ મુદ્દો…
આ બાબતની કાળજી રાખો
હાથ અને મોંને સ્વચ્છ રાખવા માટે હાથ અને મોંને સાબુથી ધોઈ લો. જાહેર સ્થળોએ ખાસ કરીને હોટલ, હોસ્ટેલ, મેળા, થિયેટરો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ વગેરે જેવા ભીડવાળા સ્થળોએ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.આંખોમાં લાલાશ, દુખાવો હોય તો સારવાર માટે નજીકના આંખના સર્જનને બતાઓ