News Continuous Bureau | Mumbai
Anupama : અનુપમા તે વાત થી ચિંતિત છે કે ગુરુ માએ તેના પ્રિય પુત્ર અને તેની પત્ની ડિમ્પલને તેની સાઈડ પર કરી લીધા છે. પ્રોમો મુજબ, ટૂંક સમયમાં જ ગુરુ મા અનુપમાના અન્ય બાળકોને પણ ફસાવી દેશે. તે પાખી અને તાશુને અનુપમાથી દૂર કરી દેશે. પરંતુ, ગુરુ મા સિવાય અનુપમાના જીવનમાં બીજી સમસ્યા આવવાની છે. આ વખતે સમસ્યા અનુપમાના સાસરિયાઓ એટલે કે કાપડિયા હાઉસને અસર કરશે.
અનુપમા માં થશે નવી એન્ટ્રી
મીડિયા રિપોર્ટ અનુસાર શોમાં એક નવું પાત્ર આવવાનું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીવી એક્ટર નિખિલ પરમાર ‘અનુપમા’માં કેમિયો કરવા જઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિખિલ પરમાર અનુજના ભાઈ અંકુશના સાવકા દીકરાની ભૂમિકામાં જોવા મળશે. તે કાપડિયા ઘરમાં પોતાનું સ્થાન બનાવશે અને બરખા-આધિકનું જીવવું હરામ કરી નાખશે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી. તમને જણાવી દઈએ કે, નિખિલ પરમાર ‘અનુપમા’ પહેલા ‘હીરોપંતી 2’, ‘શી સીઝન 2’, ‘સિનેમા મારતે દાન તક’, ‘ઘુડચડી’ જેવા શો અને ફિલ્મોમાં જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Monsoon Session 2023 : પિયુષ ગોયલે વિપક્ષી નેતાઓ પર કર્યો જોરદાર પ્રહાર, કહ્યું- કાળાં કપડાંવાળાઓનું ‘ભવિષ્ય’ પણ કાળું, એટલે તો કાળા કાગડા પણ..
View this post on Instagram
અનુપમા નો આવનાર એપિસોડ
નિખિલ પરમારનું પાત્ર પોઝિટિવ હશે કે નેગેટિવ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ, એક વાત ચોક્કસ છે કે સિરિયલમાં સતત ટ્વિસ્ટ આવશે. આજના ટેલિકાસ્ટ એપિસોડમાં જ બતાવવામાં આવ્યું હતું કે કાવ્યા એક મોટો ખુલાસો કરવાની છે. તેણીએ વનરાજ અને બાકીના પરિવારથી તેના અજાત બાળક સાથે જોડાયેલું એક મોટું સત્ય છુપાવ્યું હતું. કેટલાક લોકો કહી રહ્યા છે કે અનિરુદ્ધનું બાળક તેના ગર્ભમાં છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે કાવ્યા ગર્ભવતી જ નથી