Dream girl 2 : ડ્રીમ ગર્લ 2 ટ્રેલર: 4 વર્ષ બાદ રાતની ઊંઘ હરામ કરવા નવા અંદાજ માં પાછી આવી પૂજા, ‘ડ્રીમ ગર્લ 2’નું ફની ટ્રેલર થયું રિલીઝ,

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં આયુષ્માન પૂજાના પાત્રને એક નવા સ્તરે લઈ જતા જોવા મળે છે.

by Dr. Mayur Parikh
dream girl 2 trailer out ayushmann khurrana nailed pooja look with full entertainment

News Continuous Bureau | Mumbai

Dream girl 2 : આયુષ્માન ખુરાના ફરી એકવાર તેના પ્રખ્યાત પૂજા ના અવતારમાં પાછો ફર્યો છે. છોકરીના લુકમાં અભિનેતાને ઓળખવો મુશ્કેલ છે. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ની, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળી છે. બીજા ભાગમાં, મેકર્સે સ્ટોરી અને સ્ટાર કાસ્ટ સાથે કેટલાક ફેરફાર પણ કર્યા છે. આ વખતે નુસરત ભરૂચા ની જગ્યાએ અનન્યા પાંડે લીડ એક્ટ્રેસના રોલમાં છે. સાથે જ કિંગ ઓફ કોમેડી રાજપાલ યાદવ અને પરેશ રાવલ પણ મહત્વના રોલમાં છે.

ડ્રિમ ગર્લ 2 નું ટ્રેલર થયું રિલીઝ

‘ડ્રીમ ગર્લ 2’ આયુષ્માન ખુરાનાની બ્લોકબસ્ટર ફિલ્મ ડ્રીમ ગર્લનો બીજો ભાગ છે. આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મમાં એક્ટર પૂજા છોકરીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે ફરી આયુષ્માન તેના પૂજા ના અવતારથી ચાહકોનું મનોરંજન કરશે. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, આયુષ્માન તેનો પ્રેમ (અનન્યા પાંડે) મેળવવા માટે પૂજાનું પાત્ર અપનાવે છે. જે બાદ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેલર વીડિયોથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ પણ પહેલા ભાગની જેમ મનોરંજનથી ભરપૂર હશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના..VISTARA વિમાનના એન્જીનને ટ્રકે મારી ટક્કર.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

ડ્રિમ ગર્લ 2 ની સ્ટારકાસ્ટ

આયુષ્માન-અનન્યાની જોડી પહેલીવાર ‘ડ્રીમ ગર્લ 2’ દ્વારા સાથે આવી રહી છે. પડદા પર તેમની કેમેસ્ટ્રી કેટલી શાનદાર જોવા મળશે તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મમાં પરેશ રાવલ, અસરાની, અન્નુ કપૂર, અભિષેક બેનર્જી, મનજોત સિંહ, રાજપાલ યાદવ, મનોજ જોશી, સીમા પાહવા અને વિજય રાજ ​​જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત ડ્રીમ ગર્લ 2, 25 ઓગસ્ટે મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે.

Join Our WhatsApp Community

You may also like