mika singh: મીકા સિંહ ને થયું ઇન્ફેક્શન, બેદરકારીને કારણે થયું આટલા કરોડ નું નુકશાન

mika singh loss of 15 crore due to throat infection

News Continuous Bureau | Mumbai

સિંગર મીકા સિંહ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો અને તબિયત બગડવાના કારણે તે વિદેશમાં ફ્સાયો છે. મિકા સિંહની બગડતી તબિયતના કારણે તેને અત્યાર સુધીમાં 15 કરોડનું નુકસાન થયું છે. સિંગરનું કહેવું છે કે તેને પોતાની ભૂલોને કારણે આ બધું ભોગવવું પડ્યું છે. વાસ્તવમાં મીકા સિંહને ગળામાં ઈન્ફેક્શન થયું છે જેના કારણે તે ઈવેન્ટ્સમાં પરફોર્મ કરી શકતો નથી.

 

મીકા સિંહ થયો બીમાર 

મીકા સિંહે કહ્યું કે તેણે પોતાના શરીરને બિલકુલ આરામ ન આપ્યો જેના કારણે મારી તબિયત બગડી. મિકા સિંહે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મારી 24 વર્ષની લાંબી કારકિર્દીમાં આ પહેલીવાર છે જ્યારે મારી તબિયત સારી ન હોવાને કારણે મારે શો મોકૂફ કરવો પડ્યો છે. જ્યારે મારી તબિયતની વાત આવે છે ત્યારે હું હંમેશા ખૂબ જ સાવધ રહું છું.” 

આ સમાચાર પણ વાંચો : Anupamaa and akshara: ‘ઝુમકા’ ગીત પર અનુપમા અને અક્ષરા એ લગાવ્યા ઠુમકા, બન્ને નું પર્ફોમન્સ જોઈ અનુજ અને અભિમન્યુ થઇ જશે ઘાયલ, જુઓ વિડીયો

વિદેશ માં ફસાયો મીકા સિંહ 

મિકા સિંહે કહ્યું કે તેણે અમેરિકામાં બેક ટુ બેક શો કર્યા અને આરામ કર્યા વિના કામ કરવાને કારણે તેની તબિયત બગડી. મિકાએ જણાવ્યું કે એક પરફોર્મન્સ દરમિયાન તેને શરદી થઈ ગઈ હતી અને તેના ગળામાં ખૂબ દુઃખાવો થયો હતો. ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સાવચેતીના કારણે હવે મિકા જ્યાં છે ત્યાં જ રોકાઈ રહ્યો છે. તે ન તો ક્યાંય મુસાફરી કરી શકે છે અને ન તો શો કરી શકે છે.તમને જણાવી દઈએ કે મીકા સિંહ આ દિવસોમાં તેના વિશ્વ પ્રવાસ પર છે અને તેણે ઘણા દેશોમાં પરફોર્મ કરવાનું હતું. જો કે તબિયત બગડવાને કારણે તેઓ હજુ પણ કરોડોનું નુકસાન ઉઠાવીને બેઠા છે.